‘તને અરજી કરવાનો બહુ શોખ છે’ કહી ડિલીવરી બોય ઉપર બે શખ્સનો હુમલો

પોલીસમાં અરજી કર્યાનું ઉ5રાણું લઈ અજાણ્યા બે શખ્સોએ માર મારી છરી ઝીંકી દીધી શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો થયાની…

પોલીસમાં અરજી કર્યાનું ઉ5રાણું લઈ અજાણ્યા બે શખ્સોએ માર મારી છરી ઝીંકી દીધી

શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં જૂની અદાવતને પગલે એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ફરિયાદી પ્રફુલભાઈ રમેશભાઈ પરમાર, જેઓ જોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે, તેમના પર સોખડા સર્કલ પાસે બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ફરિયાદી ગત 13 મેના રોજ રાત્રિના સમયે ચા પીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ તેમને આંતરીને જૂની પોલીસ અરજીનો ઉલ્લેખ કરી ઝઘડો શરૂૂ કર્યો હતો.

આ હુમલા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધ અને ત્યારબાદ થયેલી પોલીસ ફરિયાદો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પ્રફુલભાઈની સગાઈ જ્ઞાતિના જ જીતુભાઈ સાગઠીયાની પુત્રી સાથે થઈ હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિ અને કોર્ટ મેરેજની બાબતે મનદુખ થતા સગાઈ તૂટી ગઈ હતી. આ બાબતે અગાઉ સામસામી પોલીસ અરજીઓ પણ કરવામાં આવી હતી. આ જ અરજીઓનો ખાર રાખીને આરોપી દિલીપભાઈ સાગઠીયાના માણસોએ પ્રફુલભાઈને રસ્તામાં રોકી “તને અરજી કરવાનો બહુ શોખ છે” તેમ કહીને બેફામ ગાળો આપી હતી.

ઝઘડો વકરતા બંને હુમલાખોરોએ પ્રફુલભાઈ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં પીળા કલરના ટી-શર્ટ પહેરેલા શખ્સે પ્લાસ્ટિકના પાઈપ વડે પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે સફેદ ટી-શર્ટ પહેરેલા અન્ય શખ્સે છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચવા માટે ભાગતી વખતે પ્રફુલભાઈને પીઠના ભાગે છરી વાગતા લોહીલુહાણ હાલતમાં નજીકના મકાન પાસે દોડી ગયા હતા. સ્થાનિકો જાગી જતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ 108 મારફતે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *