વઢવાણના ખમીસાણા ગામે યુવાન ઉપર બે શખ્સનો હુમલો

વઢવાણ તાલુકાના ખમીસાણા ગામે રેતીના પ્લાન્ટના પાણી મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવાન પર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં…

વઢવાણ તાલુકાના ખમીસાણા ગામે રેતીના પ્લાન્ટના પાણી મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવાન પર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વઢવાણના ખમીસાણા ગામે રહેતો વિનોદ ઉકાભાઈ સોલંકી નામનો 39 વર્ષનો યુવાન સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં હતો ત્યારે રવિ રબારી અને રામ રબારી સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર શખ્સોની રેતીનો પ્લાન્ટ છે જેનું પાણી આવવા મુદ્દે સમજાવવા જતાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *