ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ…

શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પીસીબીની ટીમે ટ્રક સહિત રૂપિયા 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ગુલાબનગરના બુટલેગરે મંગાવ્યું હોવાનું ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ પીસીબીની ટીમે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ તરફ જતાં હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નંબર જીજે 3 બીટી 1412ને અટકાવ્યો હતો. ચાલકે આ ટ્રકમાં સેનેટરીની આઈટમ હોય જે મોરબી ખાલી કરીને આવ્યો હોવાનું જણાવ્યું હતું. પીસીબીના એએસઆઈ મહિપાલસિંહ તથા ઘનશ્યામસિંહ અને હરદેવસિંહને ચોક્કસ બાતમી હતી કે,દારૂનો જથ્થો ટ્રકમાં છુપાવેલ છે. જેથી તપાસ કરતા ટ્રકમાં ચોરખાનું બનાવીને છુપાવેલું 1095 બોટલ વિદેશી દારૂ શોધી કાઢવામાં આવ્યો હતો. 2.90 લાખના વિદેશી દારૂ સહિત 8.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક પોરબંદરના રાણાવાવમાં મુરૂભાઈ બાથાભાઈ ભુટિયાની ધરપકડ કરી પુછપરછ કરતા કરણાટક, મોરબીના સેનેટરીનો માલ ખાલી કર્યા બાદ રાજકોટના ગુલાબનગરમાં રહેતા મહાવીરસિંહ પરમારે ગોવાથી દારૂ ભરીને લાવવા માટે જણાવ્યું હોય ટ્રકમાં ચોરખાનું બનાવી તેમાં 1095 બોટલ વિદેશી દારૂના ચપલા છુપાવીને રાજકોટ લાવ્યો હતો. પીસીબીએ ચાલકની ધરપકડ કરી મહાવીરસિંહની શોધખોળ શરૂ કરી છે.

પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે. હુણ તેમજ સ્ટાફના મહિપાલસિંહ ઝાલા, તેમજ મયુરભાઈ પલારિયા, સંતોષભાઈ મોરી, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારુ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ રાણા, વિજયભાઈ મહેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકીએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *