રાજકોટ-જામનગરમાંથી 10 હોન્ડા ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

પોરબંદર અને કલ્યાણપુરના બે શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ, 2.57 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ અને જામનગર જિલ્લામાં વાહન ચોરી કરતી બેલડીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ…

પોરબંદર અને કલ્યાણપુરના બે શખ્સોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ, 2.57 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ અને જામનગર જિલ્લામાં વાહન ચોરી કરતી બેલડીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ રૂા.2.57 લાખની કિંમતના 10 ચોરાઉ મોટરસાઈકલ કબજે કર્યા છે. પોરબંદરનાં દેગામ અને કલ્યાણપુરના ખીરસરા ગામના બે શખ્સોએ રાજકોટ અને જામનગરમાં છેલ્લા ઘણા વખતથી વાહન ચોરીને અંજામ આપ્યો હોય જેને ઝડપી લેવામાં આવ્યા છે.

રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી બાઈક ચોરીના બનાવો વધ્યા હોય જે અંગે વાહન ચોરોને ઝડપી લેવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પીએસઆઈ એ. એસ. ગરચરની ટીમના ધર્મરાજસિંહ રાણા, જીલુભાઈ ગરચર, સમીર ભાઈ શેખ અને મનિષભાઈ ચાવડાની સંયુકત બાતમીના આધારે પોરબંદરનાં દેગામના જયમલ મુરૂભાઈ સુંડાવદરા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ખીરસરા ગામના લખમણ અરભમભાઈ ખુંટીની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સોએ રાજકોટ અને જામનગર જિલ્લામાંથી 10 વાહન ચોરી કર્યાનુ કબલ્યુ હતું. ક્રાઈમ બ્રાંચે આ 10 ચોરાઉ મોટર સાઈકલ કિ.રૂા.2.57 લાખ કબજે કર્યા હતાં. પકડાયેલ જયમલ પોરબંદર અને દ્વારકામાં છ ગુનામાં જ્યારે લખમણ પણ છ ગુનામાં ઝડપાઈ ચુકયો હોવાનું જાણવા મળ્યું હતું.

ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એસ.ગરચર, એએસઆઈ અનિલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજા, અશ્ર્વિનભાઈ કંપાણીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *