રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા

કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર…

કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર મારીને એલ્યુમિનિયમના સ્ક્રેપ ભરેલી ગાડી લૂંટી લેવામાં આવી હતી. જોકે, પોલીસે 25થી વધુ સીસીટીવી કેમેરા તપાસીને બે આરોપીને દબોચી લીધા છે. રાજકોટના સુનિલ નટુભાઈ સોલંકી (ઉ.વ. 29) ગત 31 જાન્યુઆરીના રોજ કડીની ’એ.કે. ટ્રાન્સફોર્મર્સ’ કંપનીમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને પોતાની બોલેરો પીકઅપ ગાડી (GJ-04-AW-1616)) લઈને નીકળ્યા હતા.

સાંજના સમયે કડી-છત્રાલ રોડ પર ’કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝ’ પાસે એક જ્યુપિટર અને ઇકો કારમાં આવેલા ચાર શખસે તેમનો રસ્તો રોક્યો હતો. આ શખસોએ નકલી પોલીસ બની સુનિલ પાસે લાયસન્સની માંગણી કરી હતી અને ત્યાર બાદ તેમને અપશબ્દો આપી, ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂૂ. 3 લાખની મત્તા (ગાડી અને સ્ક્રેપ) લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ચકચારી લૂંટ બાદ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે હાઈવે પરના 25થી વધુ CCTV ફૂટેજ ખંગાળ્યા હતા, જેમાં લૂંટારુઓ અને ગુનામાં વપરાયેલું જ્યુપિટર સ્કૂટર કેદ થઈ ગયા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી બોલેરો પીકઅપ ગાડી અને એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો છે. હાલમાં આ ટોળકીના બાકીના બે ફરાર સાગરીતને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર રાત્રિના સમયે ડ્રાઈવરોએ સાવચેત રહેવા અને શંકાસ્પદ હિલચાલ જણાયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *