ચાલુ સ્કૂટરે ઘરમાં ફટાકડા ફેંકયા, યુવતીઓની છેડતી કરતાં બે ટપોરીની ધોલાઇ

કેનાલ રોડ પરની ઘટના: ધો.12માં અભ્યાસ કરતા બન્ને લવરમૂછિયાઓને સ્થાનિકોએ પકડી પાડી મેથીપાક ચખાડયો શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કેનાલ રોડ પર…

કેનાલ રોડ પરની ઘટના: ધો.12માં અભ્યાસ કરતા બન્ને લવરમૂછિયાઓને સ્થાનિકોએ પકડી પાડી મેથીપાક ચખાડયો

શહેરમાં આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે કેનાલ રોડ પર ચાલુ સ્કુટરે ઘરમાં ફટાકડા ફેંકી યુવતીઓની છેડતી કરતા બે ટપોરીને સ્થાનિક લોકોને ઝડપી લઇ ધોલાઇ કરી હતી. પકડાયેલા બન્ને ટપોરી ધો.12ના છાત્ર હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે.

જાણવા મળતી વિગત મુજબ શહેરના કેનાલ રોડ પર છેલ્લા થોડા દિવસોથી ચાલુ સ્કુટરે પસાર થતા ટપોરીઓ લોકોના ઘરમાં સળગતા ફટાકડા ફેંકતા હતા અને ચાલીને જતી યુવતીઓની છેડતી કરતા હોવાની ઘટના બનતી હતી. જેથી આખરે કંટાળેલા સ્થાનિકોએ આજે સ્કુટર લઇ નીકળેલા બન્ને ટપોરી શખ્સોને ઝડપી પાડી મેથીપાક ચખાડી પાઠ ભણાવ્યો હતો. જેથી બન્ને શખ્સોની શાન ઠેકાણે આવી જતા બન્ને ટપોરીએ સ્થાનિક લોકોની હાથ જોડી માફી માંગી હતી અને હવે પછી આવુ કયારેય નહીં કરે તેમ જણાવ્યું હતું. પકડાયેલા બન્ને ટપોરી ધો.12માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો દ્વારા બન્ને ટપોરીને પકડી પાડી મેથીપાક ચખાડતો હોવાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો.સ્થાનીક લોકોએ બન્ને ટપોરીઓને ઝડપી પાડી મેથીપાક ચખાડયા બાદ બન્નેને પોલીસને સોંપતા પોલીે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *