સોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વહેલી સવારે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)…

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વહેલી સવારે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહેવાસી રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક સર્જાયો હતો. પોલીસે લાકડા ભરેલી શંકાસ્પદ કારના માલિક અને અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તાપ્તી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદે ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી. સવારે અંદાજે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉકાઈ તરફથી સોનગઢ તરફ આવી રહેલી એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વન વિભાગની ટીમને જોઈને કારચાલકે વાહન રોકવાને બદલે પૂરઝડપે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે RFO વિકાસ દેસાઈ અને તેમની ટીમે શંકાસ્પદ કારનો પીછો શરૂૂ કર્યો હતો. પીછો દરમિયાન સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક બંને વાહનો નિયંત્રણ ગુમાવતા ત્યાં ઉભેલા ક્ધટેનર સાથે ધડાકાભેર અથડાયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે RFO વિકાસ દેસાઈ અને તેમની સાથે રહેલા રેહાન ગામીતને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, વન વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત શંકાસ્પદ કારમાંથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થતી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ લાકડા ભરેલી કારના માલિક અને આ ગેરકાયદે હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ ઘટનામાં એક નિષ્ઠાવાન વન અધિકારી અને એક યુવાનના અકાળે અવસાનથી વન વિભાગ સહિત સમગ્ર તાપી જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ અને વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *