રેલિંગ તોડીને કાર નદીમાં ખાબકતા નાયબ મામલતદાર સહિત બેના મોત

આહવા વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢાઢરા ભાવડી ગામ નજીક કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી છે. અંદાજે 35 ફૂટ ઊંડે…

આહવા વઘઈ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઢાઢરા ભાવડી ગામ નજીક કાર રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી છે. અંદાજે 35 ફૂટ ઊંડે ખાબકતાં સુબીરના નાયબ મામલતદાર સંદીપભાઈ એન. ડામોર સહિત બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ક્રેનની મદદથી નદીમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી.

ડાંગ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતે બે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આહવા વઘઈ રોડ પર ઢાઢરા ભાવડી ગામ નજીકથી પસાર થતી કાર અચાનક રસ્તાની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. કાર અંદાજે 35 ફૂટ નીચે નદીમાં ખાબકતાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં નાયબ મામલતદાર સહિત બે વ્યક્તિના મોત નીપજ્યાં છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં સંદીપભાઈ એન. ડામોરનો સમાવેશ થાય છે. જેઓ ગાંધીનગરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા અને હાલ સુબીર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ નિભાવતા હતા. જ્યારે બીજા મૃતક શૈલેષભાઈ ડી. ગરાસીયા ડોન સબ સેન્ટરમાં ખઙઇંઠ તરીકે ફરજ બજાવતા હતા. આ અકસ્માતમાં સોનુભાઈ બી. બારિયાનો બચાવ થયો છે. ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *