રાજકોટમાં ગોરંભાયેલા વાદળોની આવનજાવન વચ્ચે 24 કલાકમાં સામાકાંઠે બે ઇંચ પડી ગયો

રાજકોટમાં બુધવાર સાંજથી આવેલી મેઘસવારી હળવાથી ભારે ઝાપટા વરસાવી રહી છે. દરમિયાન ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના સામાકાંઠે…

રાજકોટમાં બુધવાર સાંજથી આવેલી મેઘસવારી હળવાથી ભારે ઝાપટા વરસાવી રહી છે. દરમિયાન ગઇકાલે બપોરે 2 વાગ્યાથી આજે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ શહેરના સામાકાંઠે 51 મી.મી. એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 20 મી.મી. અને ન્યૂ રાજકોટમાં 19 મી.મી. વરસાદ પડ્યો હોવાના અહેવાલ મનપાની ફાયર બ્રિગેડ શાખાના રેકર્ડ પરથી જાણવા મળ્યુ છે.

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાએ દર્શન દીધા છે. બુધવારથી સતત વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સતત બે દિવસથી હળવાથી ભારે ઝાપટાં વરસી રહ્યા છે. જો કે માંગરોળ, જામજોધપુર સહિતના સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજાનું જે અપાર હેત વરસ્યુ છે તેનો જ અનરાધાર વરસાદ રાજકોટમાં પડે તેની આતુરતાથી શહેરીજનો રાહ જોઇ રહ્યા છે. એ દરમિયાન બે દિવસથી પડતા ઝાપટામાં પણ શહેરના ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે બે ઇંચ વરસાદ પડી ગયો છે.

જો કે શહેરના અન્ય ભાગોમાં 49 કલાક દરમિયાન માંડ પોણો ઇંચ પાણી પડ્યુ છે. મનપાના ફાયર બ્રિગેડના ઝોનવાઇઝ સ્ટેશનમાં મપાયેલા આંકડા મુજબ સેન્ટ્રલ એટલે કે મધ્ય રાજકોટમાં 20 મી.મી. જ્યારે વેસ્ટ ઝોન એટલે કે ન્યૂ રાજકોટમાં 19 મી.મી. વરસાદ નોંધાયો છે. દરમિયાન આવા ઝરમરિયા ઝાપટામાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણી સાથે ગંદકી તણાઇને આવતા રોગચાળાનો ખતરો વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *