રજેશન ફૂડ પ્લાનેટના કોલ્ડ સ્ટોરેજમાં મંકોડા મળ્યા, વધુ પાંચ પેઢી સીલ

ઓમ ફેમિલી રેસ્ટોરેન્ટ, નકલંક દુગ્ધાલય, રાધિકા ડેરી ફાર્મ અને પ્રકાશ હરસોડાના પનીર બનાવતા યુનિટને મનપાએ માર્યા તાળા, કુલ 90 સ્થળે ચેકિંગ રાજકોટ મનપાની ફુડ શાખાએ…

ઓમ ફેમિલી રેસ્ટોરેન્ટ, નકલંક દુગ્ધાલય, રાધિકા ડેરી ફાર્મ અને પ્રકાશ હરસોડાના પનીર બનાવતા યુનિટને મનપાએ માર્યા તાળા, કુલ 90 સ્થળે ચેકિંગ

રાજકોટ મનપાની ફુડ શાખાએ હોટલ, રેસ્ટોરેન્ટ, આઇસ્ક્રીમ પાર્લર, વિવિધ ફુડ ઝોન સહીતના સ્થળે શરૂ કરેલી ચેકીંગ ધોંસ દરમિયાન મવડી ગામ બાયપાસ પર આવેલા રજેશન ફુડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)ના યુનિટમાં ફ્રીજ સહીત સ્ટોરેજની જગ્યામાં મકોડા અને અન્ય જીવાત ખદબદતી જોવા મળળી હતી. બેકરીની વસ્તુઓ પર પણ ફુગ જામેલી હતી. મનપાએ તાત્કાલીક ધોરણે પેઢીને સીલ કરી દીધી છે. જયારે સાધુ વાસવાણી રોડ પર ઓમ ફેમીલી રેસ્ટોરેન્ટ, ભીલવાસ ચોક સદરમાં નકલંક દુગ્ધાલય અને મોરબી રોડ પરના સેટેલાઇટ ચોકમાં પ્રકાશ હરસોડા નામના આસામીએ મારબલના કારખાનામાં શરૂ કરેલા પનીર બનાવવાના યુનિટને પણ મનપાએ તાળા મારી દીધા છે. આ ઉપરાંત પોપટપરામાં રાધીકા ડેરી ફાર્મના કોલ્ડ સ્ટોરેજને સીલ મારવામાં આવ્યું છે.

શહેરના ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં-3 મવડી ગામ બાયપાસ, મવડી વન બિલ્ડીંગની પાછળ આવેલા “રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી/એક્સપાયર્ડ/જીવાત, મંકોડા, ફૂગ વાળો ખોરાક, આઇસ્ક્રીમ, બેકરી રો મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, કપ કેક, મીઠાઈ, બટર, ચીઝ વિગેરે કુલ મળીને અંદાજિત 186 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી (1)વેનીલા આઇસ્ક્રીમ(લૂઝ) (2)કેક ક્રીમ પાઈનેપલ નો નમૂનો લેવામાં આવ્યો છે.
જયારે સાધુ વાસવાણી રોડ, અવધ કોમ્પ્લેક્સ સામે આવેલ “ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાદ્ય મંચૂરિયન, બાંધેલો વાસી લોટ, ગ્રેવી, લેબલ વગરના બટર પનીર કુલ મળીને અંદાજિત 20 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

આ ઉપરાંત ભિલવાસ ચોક,જનસતા પ્રેસ, સદર ખાતે આવેલ “નકલંક દુગ્ધાલય” પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જયારે મોરબી રોડ,પુલ નીચે, સેટેલાઈટ ચોક પાસે આવેલ “પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
ઉપરાંત 13/5 પોપટપરા, રાજકોટ મુકામે આવેલ “રાધિકા ડેરીફાર્મ “પેઢીમાં સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ/વાસી માવો, વનસ્પતિ ફેટ, કુલ મળીને અંદાજિત 160 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. અનહાઈજેનિક સ્ટોરેજ તેમજ અયોગ્ય લેબલિંગ ધ્યાને લઈ આશરે 450 કીલો મીઠો માવો સ્થળ પર કોલ્ડ સ્ટોરેજ સીલ કરી સ્થગિત કરવામાં આવેલ. તેમજ (1)મીઠો માવો લૂઝ અને થી (2)પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

આ ઉપરાંત રામ પાર્ક, મોરબી રોડ, સેટેલાઈટ ચોક પાસે આવેલ શ્રીજી ડેરીફાર્મમાંથી 23 ઊંલ મીકસ વાસી મીઠાઇ નો નાશ નાશ કરી રૂૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી મીઠો માવો, મોળો માવો લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. જયારે ખોડિયાર ડેરી માંથી 12 કીલો એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂૂ.1,000નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. જયારે શ્રી ગેલમાં ડેરીફાર્મ માંથી 4 કીલો એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ તથા કેસરપીસતા શ્રીખંડ નો નમૂનો લેવામાં આવેલ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *