રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ મહીનાથી સમડીએ આંતક મચાવી ચીલઝડપ કરી પોલીસને પડકાર ફેક્યો હોય શહેરના અલગ અલગ વિસ્તારમાં ચીલઝડપના કરનાર બે સમડીને ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઇ પાંજરે પૂરી છે. આ બે શખ્સો પાસેથી ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારીની પણ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી રૂૂ.4.25 લાખનું સોનું સહીત રૂૂ.5.71 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
છેલ્લા એક મહિના થી શહેરમાં ચીલ ઝડપના ચાર બનાવો બન્યા હતા. બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાથે એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયાએ ચીલઝડપના બનાવમાં સંડોવાયેલા સમડીને પકડી પકડવા સુચના કરેલ હોય. ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરી ચીલઝડપ કરનાર બે શખ્સોની ઓળખ કરી લોધીકાના પાંભર ઈટાળા ગામના ધર્મેશ ભુરાભાઈ સનુરા અને મેહુલ દેવરાજભાઈ સનુરાની ધરપકડ કરી પુછપરછ કરતા આ બન્નેએ ચાર સ્થળે ચીલઝડપ કર્યાની કબુલાત આપી ચોરીનું સોનું બસ સ્ટેન્ડની પાછળ કરણપરા શેરી નં.13 રહેતા કમલેશ હર્ષદભાઇ માંડલીયાને વેચી નાખ્યાનું જણાવતા ક્રાઈમ બ્રાંચે સોની વેપારી કમલેશ માંડલીયાની પણ ધરપકડ કરી રૂૂ.4.25 લાખનું સોનું સહીત રૂૂ.5.71 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
આ બન્ને શખ્સો સાંજના સમયે ઘરની બહાર નીકળતી વૃધ્ધ મહિલાઓ કે જેમની ઉંમર 60-70 વર્ષની આસપાસ હોય તેઓએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન કે માળા બહાર દેખાતી હોય તેની ચીલઝડપ કરી લેતા હતા. ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર પી.આઈ સી.એચ.જાદવની ટીમના પીએસઆઈ એ.એન.પરમાર, પીએસઆઈ વી.ડી. ડોડીયા, પીએસઆઈ એસ.વી. ચુડાસમા, પીએસઆઈ એમ.કે.મોવલીયા સાથે તેમની ટીમના એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, વિજયભાઇ સોઢા, અમિતકુમાર અગ્રાવત તથા પો.હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, મોહીલરાજસિંહ ગોહિલ, સુભાષભાઇ ઘોઘારી, સંજયભાઇ રૂૂપાપરા, પ્રતિકસિંહ રાઠોડ, દિપકભાઇ ચૌહાણ, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ જળુ, દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, મહાવિરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, પ્રશાંતભાઇ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, પોપટભાઇ ગમારાએ કામગીરી કરી હતી.
