થોરાળામાં સ્કૂટર લઇ આંટો મારવા નીકળેલા બે મિત્રો ઉપર જૂની અદાવતમાં હુમલો

જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા…

જુદા-જુદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું

શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા બે યુવાન મિત્રો સ્કૂટર લઇ સાંજના સમયે આંટો મરવા નિકળયા હતા ત્યારે ત્રણ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી બંને યુવાન ઉપર છરી વડે હૂમલો કર્યો હતો. બંને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં આવેલા વણકર વાસમાં રહેતા નયન જ્યોતિષભાઇ દાફડા, (ઉ.વ.23) અને તેનો મિત્ર મિત કિશોરભાઇ પરમાર (ઉ.વ.19) સાત વાગ્યના અરસામાં સ્કૂટર લઇ આંટો મારવા નિકળ્યા હતા ત્યારે ચિરાગ અને નાગેશ ઉર્ફે છોટુ સહિતના અજાણયા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હૂમલો કર્યો હતો. બંને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમાં શાપર-વેરાવળમાં રહેતી હેતલબેન નાનજીભાઇ મકવાણા નામની 18 વર્ષની યુવતીએ ગુરુપ્રસાદ સોસાયટીમાં મોટી બહેન મયુરીના બેનના ઘરે હતી ત્યારે ડીપ્રેશનના કારણે ફિનાઇલ પી લીધુ હતું.

ભગવતી પરા મેઇન રોડ પર રહેતા વિક્રમ મેરાજભાઇ દેત્રોજીયા (ઉ.વ.25)ની પત્ની ભાવુ બેન પોપટપરામાં માવતરે રીસામણે ચાલી જતા સસરાએ ધમકી આપી હતી. જેથી વિક્રમે સસરાની ધમકીથી ડરી જઇ જ્યુબેલી ગાર્ડનમાં ફિનાઇલ પી લીધુ હતું. શિવધામ સોસાયટીમાં રહેતી ચેતનાબેન પરેશભાઇ જળુ (ઉ.વ.31)એ મગજ ફમતા એસીડ ગટગટાવી લીધુ હતું. રાજનગર ચોકમાં વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા આશીષ બિરખાભાઇ કડાઇ (ઉ.વ.22)એ એસ્ટ્રોન ચોક સોસાયટીમાં હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા અને નવાગામ આણંદપરમાં રહેતી સોનલબેન સંજયભાઇ પરમાર (ઉ.વ.40)એ માનસિક બિમારીની વધુ પડતી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *