વઢવાણમાં ચેક ડેમમાં નાહવા પડેલા બે મિત્રોના ડૂબી જતા મોત

ત્રણ તરૂણ નાહવા પડયા હતા, એકનો બચાવ વઢવાણ ભોગાવો નદીમાં ચેકડેમ આવેલો છે. જેમાં 2 કિશોર ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેની ફાયર ટીમને જાણ…

ત્રણ તરૂણ નાહવા પડયા હતા, એકનો બચાવ

વઢવાણ ભોગાવો નદીમાં ચેકડેમ આવેલો છે. જેમાં 2 કિશોર ન્હાવા પડતા ડૂબી ગયા હતા. જેની ફાયર ટીમને જાણ કરાઇ હતી. આથી સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી મૃતદેહ મળી આવ્યો હતો. આથી ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપી હતી. વઢવાણ શહેરના શનીદેવ મંદિર પાછળ ભોગાવો નદીના ચેકડેમમાં પાણી ભરેલું છે. તેમાં બે બાળક પડી ગયાનો બચાવ બન્યો હતો.

આ બાબતે વઢવાણ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ બન્ને બાળકો જોરાવરનગરના રહીશ 13 વર્ષીય સુમીતભાઇ ગોવિંદભાઇ રાઠોડ અને બીજા કિશોરનું નામ 14 વર્ષીય તન્મય અશોકભાઇ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વધુ તપાસમાં 3 મિત્ર પાણીમાં ન્હાવા ગયા દરમિયાન 2 મિત્ર ઊંડા પાણીમાં જતા ગરકાવ થઇ ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે બન્ને મૃતદેહ પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ મોકલી વાલી વારસનો સંપર્ક કરી મૃતદેહ સોંપવા સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *