મહુવામાં વેપારીના ખાતામાં ફ્રોડના પાંચ લાખ જમા કરાવી રોકડા ઉપાડી લીધા

    ભાવનગરના મહુવામાં પાન મસાલાની દુકાન ચલાવતા વેપારીના મિત્રે ફ્રોડની રકમના રૂૂ.પાંચ લાખ વેપારીના બેંક ખાતામાં જમા કરાવડાવી રકમ ઉપાડી લીધા બાદ વેપારીનું બેંક…

 

 

ભાવનગરના મહુવામાં પાન મસાલાની દુકાન ચલાવતા વેપારીના મિત્રે ફ્રોડની રકમના રૂૂ.પાંચ લાખ વેપારીના બેંક ખાતામાં જમા કરાવડાવી રકમ ઉપાડી લીધા બાદ વેપારીનું બેંક ખાતું સીઝ થઈ જતા વેપારીએ તેના મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા અને મહાકાળીનગરમાં પાન મસાલાની દુકાન ચલાવતા જગદીશભાઈ માધુભાઈ પરમારના મિત્ર રાજીવરાજ ઉર્ફે ભોલુ બખાડી હિતેશભાઈ દાણીધારિયા એ તેના ખાતામાંથી રકમ ઉપાડતી ન હોવાનું જણાવી પોતાનો એક મિત્ર રૂૂપિયા પાંચ લાખ મોકલવાનો હોય જે તમારા ખાતામાં જમા કરાવી દેવાનું કહેલ અને રૂૂ. પાંચ હજાર વાપરવા આપવાની વાત કરતા તેમણે તેમના બેંક ખાતામાં રૂૂપિયા પાંચ લાખ જમા લઈને બેંકમાંથી આ રકમ ઉપાડી રાજીવરાજને આપી હતી, બદલામાં તેને રૂૂ. પાંચ હજાર પછી આપીશ તેમ કહેલું હતું.

ગત તા.12/03 ના રોજ જગદીશભાઈના સાળાએ રૂૂ.પાંચ લાખનો ચેક આપ્યો હતો જે તેઓએ તેમના બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ ગઈકાલે તેઓ પૈસા ઉપાડવા માટે બેંકમાં ગયા ત્યારે બેંક મેનેજરે જણાવ્યું હતું કે,તમારા ખાતાની રકમ હોલ્ડમાં જતી રહી છે. વેપારીના મિત્ર રાજીવરાજે અગાઉ બેંકમાં જમા કરાવેલ રકમ ફ્રોડની હોવાનું ખુલતા વેપારી જગદીશભાઈ માધુભાઈ પરમારે તેના મિત્ર રાજીવરાજ ઉર્ફે ભોલુ બખાડી હિતેશભાઈ દાણીધારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *