માલવિયા કોલેજ પાસે આવેલા શિવનગરમાં રહેતા પાન મસાલાના વેપારી ચેતનભાઇ પ્રવિણભાઇ કેશરીયા(ઉ.વ.55)એ એસીનો કચરો હટાવી લેવાનું કહેતા બાજુમાં દુકાન ધરાવતા ઘનશ્યામભાઈ મહેશભાઈ રાવલ અને અમિતભાઈ મહેશભાઈ રાવલે ઢીકા પાટુનો માર માર્યો હતો.આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધયો છે.
ચેતનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે કરણસિંહજી મેઇન રોડ ઉપર આવેલ કેશુભાઈના દવાખાનાની સામે સી.પી.પાન મસાલાની દુકાન આવેલ છે.ગઇ તા.08/03ના બપોરના સવા એક વાગ્યાની આસપાસ હું મારી દુકાન બંધ કરીને પરાબજારમા મારુ મોટર સાઇકલ લઇને દુકાનનો માલ ખરીદવા માટે ગયેલ હતો અને માલ ખરીદીને બપોરના બે વાગ્યે હુ મારી દુકાને આવેલ અને મે મારી દુકાન પાસે જોયુ તો અમારી બાજુમા દિપક ઓપ્ટીકલ વાળા ઘનશ્યામભાઈ મહેશભાઇ રાવલે મારી દુકાનના ઓટા પાસે તેઓનો સામાન રાખેલ હોય તેમજ એ.સી.મા સાફ કરેલ અંગેનો કચરો નાખેલ હોય અને તેનુ પાણી અમારી દુકાનમા જતુ હોય જેથી હું આ દિપક ઓપ્ટીકલ વાળા ઘનશ્યામભાઈને સમજાવવા જતા આ ઘનશ્યામભાઇએ મને કહેલ કે આ તમામ વસ્તુ ત્યાંજ રહેશે તેમ કહી ત્યાર બાદ આ ઘનશ્યામભાઇએ તેનમા સગા ભાઈ અમિતભાઇ મહેશભાઇ રાવલ અને તેના માસીના દિકરા બકુલભાઇને દુકાનમાથી બોલાવેલ અને આ ત્રણેય જાણાઓ મને જેમ ફાવેતેમ ભુંડી ગાળો આપવા લાગેલ હતા.
આ ઘનશ્યામભાઈ દુકાનમાંથી લાકડી લઇને આવેલ હતા અને મને આ ઘનશ્યામભાઇએ મને લાકડી વડે મને જમણા પગમાં માર મારેલ અને અમિતભાઇ તથા બકુલભાઇએ મને આખા શરીરે ઢીકા પાટુનો મુંઢ માર માર્યો હતો.મને ઘનશ્યામભાઇએ કહેલ કે આજ તો તને પતાવી જ દેવો છે જેથી મે રાડારાડી કરતા ત્યાં માણસો ભેગા થઇ જતા આ ત્રણેય જણા સામેની શેરીમા જતા રહેલ હતા.આ ઘટના મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.
