બાલાસિનોરમાં કમળાથી બેનાં મોત 324 કેસ નોંધાતા તંત્રની દોડધામ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં છેલ્લા બે માસથી કમળાના રોગચાળાએ માઝા મૂકી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કમળાના…

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં છેલ્લા બે માસથી કમળાના રોગચાળાએ માઝા મૂકી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધીમાં કમળાના 324 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ બીમારીના કારણે બે લોકોના શંકાસ્પદ મોત નીપજતા તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પીવાની પાણીની લાઈનમાં ગટરના ગંદા પાણી ભળી જવાના કારણે આ જળજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂૂપે બાલાસિનોરની 26 આંગણવાડી કેન્દ્રો અને શહેરના તમામ છઘ પ્લાન્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂૂ કરવામાં આવી છે. હાલમાં આરોગ્યની 12 ટીમો દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે અને લોકોને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.

ગટર મિશ્રિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નગરપાલિકા દ્વારા લાઈનોના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે, ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં કેસો સામે આવતા સ્થાનિક રહીશોમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના શુદ્ધિકરણ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *