ખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવ

એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે…

એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે

ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે આગામી શનિવારથી બે દિવસ રાસોત્સવના ભવ્ય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં આવેલા એન્જોય પાર્ટી પ્લોટ ખાતે (કલેક્ટર કચેરી પાસે) શનિવાર તા. 4 તથા રવિવાર તા. 5 ઓક્ટોબરના રોજ રાત્રે 9 વાગ્યાથી રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે બાય બાય નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માત્ર રઘુવંશી જ્ઞાતિના લોકો માટે યોજવામાં આવેલા આ રાસોત્સવના કાર્યક્રમમાં જાણીતા કલાકારો ગરબા શોખીન ખેલૈયાઓને રાસ ગરબાની મોજ કરાવશે.

આ આયોજન માટે હાર્દિક મોટાણી, મહેશ રાડીયા, કરણ સવજાણી, મિલન કોટેચા, મિહિર દાવડા, મયુર ગોકાણી, સાવન પાઉં અને મોહિત રાયચુરાની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો લાભ લેવા જ્ઞાતિજનોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *