ભાવનગર-મુંબઇ વચ્ચે તા.29 માર્ચથી રોજ બે ફલાઇટ શરૂ થશે

ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન…

ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.29 માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂૂ થશે જેનું આજ તા.25મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીશ્રી એ અપીલ કરી છે.

ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુન: પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુ બેન બાંભણીયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે.

મંત્રીશ્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુને રૂૂબરૂૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે 25 ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *