કોઠારિયા ચોકડી પાસે રેમ્બો રેસિડેન્સીમાં બે કારમાં આગ

શહેરની ભાગાળોએ કોઠારીયા ચોકડી પાસે આવેલા વિનોદનગર પાણીના ટાંકા નજીક આવેલી રેમ્બો રેસિડેન્સીના પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં…

શહેરની ભાગાળોએ કોઠારીયા ચોકડી પાસે આવેલા વિનોદનગર પાણીના ટાંકા નજીક આવેલી રેમ્બો રેસિડેન્સીના પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં કોઠારીયા રોડ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલી ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ ઉ5ર કાબુ મેળ્યો હતો. આગમાં બંને કાર બળીને સંપૂર્ણ ખાખ થઇ ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી. સદ્નશીબે આગમાં કોઇ જાન હાની થવા પામી ન હતી. (તસવીર: નરેન્દ્ર પીઠીયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *