રૈયા રોડ પર સિરામિકનો શોરૂમ ધરાવતા બે ભાઇઓનો આર્થિક સલાહકાર પર ટાઇલ્સથી હુમલો

રૈયા ચોકડી પાસેની કર્મચારી સોસાયટી શેરી નં. 6/7ના ખુણે રહેતા અને આર્થિક સલાહકાર ઉપરાંત તેના રિસર્ચર તરીકે કામ કરતાં જતીન અરવિંદભાઈ ચાવડા (ઉ.વ.35) ઉપર લાખો…

રૈયા ચોકડી પાસેની કર્મચારી સોસાયટી શેરી નં. 6/7ના ખુણે રહેતા અને આર્થિક સલાહકાર ઉપરાંત તેના રિસર્ચર તરીકે કામ કરતાં જતીન અરવિંદભાઈ ચાવડા (ઉ.વ.35) ઉપર લાખો રૂૂપિયાની લેતી-દેતીના મામલે સિરામીક ટાઈલ્સનો શો રૂૂમ ધરાવતાં બે ભાઈઓએ સિરામીક ટાઈલ્સ વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાઈ છે.

જેમાં જતીનભાઈએ જણાવ્યું છે કે તેણે બીએસસી, આઈટી સુધી અભ્યાસ કર્યો છે. અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લેકચર આપવા પણ જતા હતા. તેની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ છે. અગાઉ તેની સાથે ઓનલાઈન કામ કરતાં કલ્પેશ માથુકિયા મારફત રૈયા રોડ પરના બાપા સિતારામ ચોક નજીક એફોર્ટસ બાથ હબ સીરામીક અને રીકાટા નામનો સિરામીકનો શો રૂૂમ ધરાવતા અમિત કુંભાણી અને તેના ભાઈ નીતીન સાથે પરિચયમાં આવ્યા હતા.

તે અને બંને ભાઈઓ કેશોદના વતની છે. બંને ભાઈઓએ તેને શો રૂૂમમાં રોકાણ બદલ મૂડી પર દોઢેક ટકા વળતર આપવાનું કહેતાં રૂૂા.35 લાખ રોકયા હતા. બંને ભાઈઓએ આઠેક મહિના પછી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જેથી ઉઘરાણી કરતાં મંદી હોવાનું જણાવી રૂૂા.24 લાખના ચેક આપ્યા હતા. જે રીર્ટન થયા હતા. બંને ભાઈઓએ બાદમાં પેઢીનું નામ બાલાજી સિરામીક કરી નાખ્યું હતું. બપોરે અમિતે શો રૂૂમેથી પેમેન્ટ લઈ જવાનું કહેતાં માતા કાંતાબેન સાથે કારમાં ત્યાં પહોંચ્યા હતા.માતાને બહાર ઉભા રાખી શો રૂૂમમાં જતાં અમિત, તેનો ભાઈ નીતીન ઉપરાંત બે અજાણ્યા શખ્સો હાજર હતા.

તે વખતે અમિતે હવે તું પૈસા માંગતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીશ, તેમ કહ્યા બાદ બંને ભાઈઓએ બેફામ ગાળો ભાંડી, ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં નીતીને સિરામીક ટાઈલ્સના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. મહામહેનતે ત્યાંથી ભાગી બહાર નીકળી માતાને કારમાં બેસાડી સીધા ગાંધીગ્રામ-2 પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *