બે સંતાનની માતા સાથે નાનો ભાઇ રફુચક્કર થઇ જતાં મોટાભાઇઓએને માર ખાવો પડયો
ભાવનગર જિલ્લાના તળાજા ના બેલા ગામના ખેડૂત પરિવાર નો યુવાન પોતાનીજ વાડીમા કામ કરતી બે સંતાન ની માતા સાથે ચક્કર ચલાવી ને બંને રફુચક્કર થઈ જતા મહિલાના ભાઈઓ ને ખબર પડતા ભાગી જનાર યુવક ના બે મોટાભાઈ ને વાડીએ બોલાવી બાઈક પર બળજબરી પૂર્વક બેસાડી તળાજા ના ગઢુલા નજીક ના દરિયા કિનારે રાત્રે લઈ જઈ માર મારી રાત્રી રાખ્યા બાદ છોડી મુકવાની ઘટના એ ચકચાર મચાવી છે.આ ઘટનામા પોલીસે માત્ર મારમાર્યો નો ગુન્હો દાખલ કર્યો છે.અપહરણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.જ્યારે ફરિયાદીએ પોતે મેડિકલ સારવાર દરમિયાન દાવો કર્યો છેકે બળજબરી પૂર્વક લઈ જઈ ને માર મારવામાં આવ્યો છે !.
ગુન્હેગારો કાયદા થી શા માટે ડરતા નથી? અથવા તો આરોપીઓ ગુન્હો આચરીને પણ અમારું શુ બગાડી લીધું!.આવા સંવાદો સાંભળવા મળે છે.તેના કારણમાં ક્યાંક ને ક્યાંક ફરિયાદી પોલીસ સમક્ષ આવે છે ત્યારની અને ત્યારબાદ ની ભૂમિકા ને લઈ સવાલો ઉઠે છે અને તેના કારણે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવું પડતું હોય છે.આવીજ એક ચર્ચાસ્પદ બનેલ ઘટના પ્રકાશમાં આવી છે.
અલંગ ના બેલા ગામના ખેડૂત અશ્વિન બારૈયા પોતાની વાડીમા ભાગીયા તરીકે કામ કરતી બે સંતાન ની માતા ને ભગાડી જતા મહિલાના ભાઈઓ એ અશ્વિન ના બે મોટાભાઈ પ્રકાશ અને જીજ્ઞેશભાઈ ને બેલા નજીક આવેલ વાડીએ ગતરાત્રે ફોન કરી ને બોલાવેલ.ત્યાંથી મહિલા પક્ષના દસેક લોકો બંને ભાઈઓ ને બાઈક પર બેસાડી ને તળાજા ના ગોપનાથ નજીક દરિયા કિનારે લઈ જઈ ને માર મારેલહતો. રાત્રી દરમિયાન રાખ્યા બાદ બંને ભાઈઓને જવાદીધા હતા.
બાદ અલંગ પોલીસ મથકમાં પ્રકાશ શાંતિભાઈ બારૈયા ઉ.વ.38 એ અલંગ પોલીસ મથકમાં બેલા ગામે રહેતા ભરત બાબુભાઇ મકવાણા, લક્ષ્મણ બાબુભાઇ મકવાણા અને શત્રુધન બાબુભાઇ મકવાણા વિરુદ્ધ મા શત્રુઘ્નભાઈ નો ફોન આવતા અમોને વાડીએ બોલાવેલ.ત્યાં આરોપીઓએ પોતાના બહેન ને તારોભાઈ અશ્વિન ભગાડી ગયા નું પૂછતાં અમોને કશું ખબર નથી તેમ કહેતા આરોપીઓ દ્વારા લાકડી અને મૂંઢમાર મારી મારી નાંખવાની ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાઇ છે.
ઉલ્લેખનીય છેકે સારવાર દરમ્યાન બંને ભાઈઓ એ પોતાને ગોપનાથ નજીકના દરિયા કિનારે લઈ જઈ માર માર્યા નું જણાવ્યું છે. ફરિયાદી એ મોબાઈલ પર વાત કરતા અમોને બળજબરી પૂર્વક બાઈક પર બેસાડી લઈ જઇ મારમાર્યા નો દાવો કર્યો હતો.
ફરિયાદી ના કહ્યા પ્રમાણે જ ફરિયાદ નોંધી છે: પોલીસ
અલંગ ઇન્ચાર્જ પો.ઇ વાઢેર એ ફરિયાદી ના બળજબરી પૂર્વક લઈ જવાના દાવા અંગે જણાવ્યું હતુ કે ફરિયાદી દ્વારા પોતાને અને પોતાના ભાઈ ને બળજબરી પૂર્વક લઈ જવાનો પોલીસ સમક્ષ કોઈ દાવો કરેલ ન હતો. તેઓએ જે ફરિયાદ નોંધાવી છે એજ મુજબ લીધી છે. તેમ છતાંય તપાસ દરમિયાન જે કઈ તથ્ય સામે આવે તે મુજબ કાર્યવાહી કરીશું.