વૈષ્ણવી નગરી ગોંડલના આંગણે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલી ખાતે શ્રી પુરષોતમ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે 1 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરાયુ છે. તેને લઈને કથાના મુખ્ય મનોરથી અને પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસ સ્થાનેથી પોથીનું પૂજન અર્ચન કરી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જેમાં હવેલીના મુખ્ય મનોરથી પારસભાઈ વલ્લભભાઈ કટારીયા રાજકોટ વાળા પરિવાર સાથે પોથીયાત્રામાં જોડાયા હતા. જેમાં સર્વે સમાજના આગેવાનો, અલગ અલગ સામાજિક સંસ્થાઓના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો અને યુવાનોઆ પોથીયાત્રામાં જોડાયા હતા.
માલવીયા નગરમાં હવેલી ખાતે પોથીયાત્રા પોહચી ત્યારે ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ, માલવીયા નગર, પુનિતનગર, વિશ્વેશ્વર મહાદેવ ગ્રુપ, ગોવિંદકુંજ હવેલીની મહિલાઓ, સત્સંગ મંડળો દ્વારા ફુલથી રંગોળી બનાવવામાં આવી હતી શેરીઓમાં સાથિયા કરવામાં આવ્યા હતા પોથીનું મહિલાઓ દ્વારા માથા પર બેડાં, અને મંગલ કળશ રાખી સામૈયા કર્યા હતા.
શ્રી પુરૂૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કથાના મુખ્ય મનોરથી અને પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકના નિવાસસ્થાને થી બપોર બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પોથીયાત્રા કૈલાસ બાગ સોસાયટી, વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ રોડ, બસ સ્ટેન્ડ, ત્રણ ખૂણીયા, જેતપુર રોડ પરથી માલવીયાનગરમાં આવેલ હવેલી પર પોહચી હતી. પોથીયાત્રામાં નાસિક ઢોલ, 15 ઘોડીઓ, 20 બુલેટ, 3 ડીજે, ઢોલ ડંકા ગ્રુપ, ડાંગી ડાસ (ઢોલ ડાસિંગ), હિન્દૂ ધર્મમાં આવતા તમામ દેવી દેવતાઓ, બડે હનુમાન, 4 ખુલ્લી જીપ, સહેનાઈ બેન્ડ, 3 વિન્ટેજ કાર, 6 ઘોડા સાથે બગી અને શણગારેલા 4 ટ્રેકટર જોડાયા હતા.પોથીયાત્રામાં ઞકઉ ક્ધયાછાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક, નાગરિક બેન્કના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, અશ્ચિનભાઈ રૈયાણી પ્રમુખ નગરપાલિકા, અશોકભાઈ પીપળીયા ચેરમેન નાગરિક બેંક, અલ્પેશભાઈ ઢોલરીયા ચેરમેન માર્કેટ યાર્ડ, પ્રફુલભાઈ ટોળીયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડીયા, ગોપાલભાઈ શિંગાળા – પૂર્વ ચેરમેન માર્કેટ યાર્ડ, ઉપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ શહેર ભાજપ, ધર્મેન્દ્રસિંહ જાડેજા વાઈસ ચેરમેન માર્કેટ યાર્ડ, ક્રિપાલસિંહ જાડેજા કારોબારી ચેરમેન નગરપાલિકા, ભાવનાબેન રૈયાણી પૂર્વપ્રમુખ નગરપાલિકા, જયદીપસિંહ જાડેજા, કિશોરભાઈ ધડુક, અશ્વિનભાઈ પાંચાણી, દિપકભાઈ રૂૂપારેલીયા, સમીરભાઈ કોટડીયા, ધીરૂૂભાઇ દેસાઈ (ઉદ્યોગપતિ), રસિકભાઈ મારકણા, મેહુલભાઈ ખાખરીયા, અશ્વિનભાઈ ઠુંમર, નરશીભાઈ બાલધા, ઞકઉ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો સહિતના આમંત્રિત મહેમાનો જોડાયા હતા.વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સોમયાજી દીક્ષિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયના નેતૃત્વમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ ખાતે નવનિર્મિત શ્રી ગોવિંદકુંજ હવેલીસ્ત્રસ્ત્ર ના શુભ મંગલ શ્રી પુરૂૂષોત્તમ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે આ શ્રીમદ્ ભાગવત કથામૃત મહોત્સવ અને છપ્પનભોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આચાર્યપીઠ ઉપર બિરાજી વૈષ્ણવાચાર્ય પરમ પૂજય ગોસ્વામી 108 શ્રી ગોવર્ધનેશજી મહોદય પોતાની રસમય મધુર વાણીમાં કથાનું રસપાન કરાવશે. કથાના સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધી રહેશે તો શ્રીજી મનોરથ માટે સમય સાંજે 6.30 થી 7.30 સુધી રહેશે.શ્રીમદ્ ભાગવત કથામૃત મહોત્સવના મનોરથી ગૌ.વા. લવજીભાઈ નાયાભાઈ ધડુક, ગૌ.વા. ઉજીબેન લવજીભાઈ ધડુક ના સ્મરણાર્થે પૂર્વ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, મંજુલાબેન રમેશભાઈ ધડુક, નૈમિશભાઈ રમેશભાઈ ધડુક, મોનાબેન નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક, ફ્રેનિકુમાર રમેશભાઈ વેકરીયા, દ્રષ્ટિબેન ફ્રેનિકુમાર વેકરીયા, નરેન્દ્રભાઈ લખમણભાઈ ભાલાળા, જીયા, જીવીકા, તેજ અને આહના સહિતના મનોરથી પરિવાર આ ઉત્સવમાં જોડાયા છે.
