ભગવતીપરામાં ઘર પાસે રિક્ષા પાર્ક કરવા મામલે બે સગાભાઇ પર હુમલો

રાજકોટના ભગવતીપરામાં રીક્ષા પાર્ક કરવા મામલે ભાવેશભાઈ સુરેશભાઈ ઉઘરેજીયા(ઉ.વ.23)ને અને તેમના ભાઈ નરેશને આરોપી કાળું ઉધરેજીયા અને દેવગણ ઉધરેજિયાએ માર મારતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ…

રાજકોટના ભગવતીપરામાં રીક્ષા પાર્ક કરવા મામલે ભાવેશભાઈ સુરેશભાઈ ઉઘરેજીયા(ઉ.વ.23)ને અને તેમના ભાઈ નરેશને આરોપી કાળું ઉધરેજીયા અને દેવગણ ઉધરેજિયાએ માર મારતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભાવેશે ફરિયાદમા જણાવ્યું હતું કે,ગઈકાલ રાત્રિના અગિયારેક વાગ્યાની આસપાસ હું તરણેતરના મેળામાંથી આવી અને મારા ઘરે સૂતો હતો તે સમયે મારી પત્ની હેતલે મને જગાડેલ અને જણાવ્યું કે નરેશભાઈ બહાર રિક્ષા રાખવા બાબતે કાળું તથા તેનો દીકરો દેવગણ સાથે ઝઘડો કરે છે તેથી હું જાગીએ ને બહાર નીકળતા તે સમયે મારા સગા નાનાભાઈ નરેશ ને આ કાળું અને દેવગણ બંને બાપ દીકરો મારામારી કરી રહ્યા હતા અને ગાળા ગાળી કરી રહ્યા હતા.

તેથી હું અને તેઓ ને સમજાવવા છૂટા પાડવા ગયા તો કાળું અને દેવગણ બંને મારી સાથે પણ બોલાચાલી ગાળા ગાળી કરવા લાગ્યાં હતાં. કાળુ એ મને પકડી રાખેલ તથા દેવગણે તેમના નેફામાંથી છરી કાઢી મને પીઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો અને બાદમાં હું પણ નીચે પડી ગયો હતો અને આ બંને સામાવાળાએ ઢીકા પાટાનો માર મારેલ બાદ મને પીઠના ભાગેથી લોહી નીકળવા લાગતા મારો પિતરાઈ ભાઈ સાગર ભોજવિયા તેના આશિકની રીક્ષા મારફતે મને સિવિલમાં દાખલ કર્યો હતો.આ મામલે પીએસઆઇ ચૌધરી તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *