જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના 27 વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હરીશ સવજી સોલંકી, નરશી રાજા સોલંકી, મનજી નરશી સોલંકી, અને દેવા નરશી સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન લાલજીભાઈ તેમજ આરોપી હરીશ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જે બનાવમાં સમાધાન કરવા માટે અને સમાધાનની ચા પીવા માટે લાલજીભાઈ અને તેના ભાઈ જયેશને બોલાવાયા હતા, ત્યાં સમાધાનની વાતો ચાલતી હતી, દરમિયાન ચારેય આરોપીઓએ ધોકા વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે તે ચારેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.
