ચોરાઉ તાંબા-પિત્તળના વાસણો સહિત 2.58 લાખના મુદ્ામાલ સાથે બે સગા ભાઇ ઝડપાયા

  શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરના નાલા પાસે ચોરાઉ તાંબા-પીતળના વાસણો સાથે આટાફેરા કરતા બે રીઢા ગુનેગારોને માલવીયાનગર પોલીસે પકડી હતા.વધુ વિગતો મુજબ માલવીયા પોલીસ…

 

શહેરના નાનામવા રોડ પર લક્ષ્મીનગરના નાલા પાસે ચોરાઉ તાંબા-પીતળના વાસણો સાથે આટાફેરા કરતા બે રીઢા ગુનેગારોને માલવીયાનગર પોલીસે પકડી હતા.વધુ વિગતો મુજબ માલવીયા પોલીસ મથકના પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સીંધી, એએસઆઇ હિરેનભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ અજયભાઇ વિકમા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, અમરદિપસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાતમીને આધારે નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગરના નાલાથી લક્ષ્મીનગર તરફ જતા રસ્તા પર એક માલવાહક વાહનમા તાંબા પીતળના વાસણો જે ચોરાઉ હોય આ વાસણો બે શખ્સો વેચવા નીકળ્યા હતા.

આ સાથે જ પોલીસે બંને શખ્સોને વાસણો સાથે ઝડપી લઇ અને આ વાસણના બીલ માંગતા તેમની સાથે કાગળો ન હોય અને સંતોષકારક જવાબ ન આપતા બંનેને પોલીસ મથકે લઇ જઇ આગવી ઢબે પુછપરછ કરતા બંનેએ આ વાસણ જામનગરના લાખોટા તળાવ પાસે ચબુતરા નજીક આવેલ મકાનમાથી તા 17-2 ના રોજ મોડી રાત્રે અઢી વાગ્યે ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આ બંને શખ્સોના નામ પુછતા મુળ માળીયાહાટીનાના વતની અને હાલ કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે રહેતા વિજય મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી અને બીજાનુ નામ જેતપુર નદીના સામાકાઠે રેલવે પુલ પાસે રહેતા રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઇ ઉર્ફે મનસુખભાઇ સોલંકી હોવાનુ જણાવ્યુ હતુ. બંને પાસેથી તાંબાના 48 બેડા, પીતળની 36 તપેલી, તાંબાની પાણીની બોટલ નંગ 110 અને એક માલવાહક વાહન મળી રૂ. ર.પ8 લાખનો મુદામાલ કબજે કર્યો હતો આરોપી વિજય અગાઉ ઘરફોડ ચોરી, અપહરણ અને વાહન ચોરી સહીત 14 જેટલા ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે તેમજ રાકેશ અગાઉ ઘરફોડ ચોરી, અપહરણ સહીત પાંચ ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *