ગોંડલના છ કારખાનામાં ચોરી કરનાર આદિવાસી ગેંગના બે સાગ્રીતો ઝડપાયા

ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનામાં રાતે ચોરી કરતી અને દિવસે વાડીમાં દિવસે ખેતમજુરી કરી રાત્રે ચોરી કરતી દાહોદ પંથકની આદિવાસી ટોળકીના બે સભ્યોને ગોંડલ…

ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનામાં રાતે ચોરી કરતી અને દિવસે વાડીમાં દિવસે ખેતમજુરી કરી રાત્રે ચોરી કરતી દાહોદ પંથકની આદિવાસી ટોળકીના બે સભ્યોને ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધા છે. પુછપરછમાં 6 જગ્યાએ ચોરી કર્યાની કબુલાત આપી છે. આ ટોળકીના અન્ય બે સભ્યોને પકડવા પોલીસે તપાસ શરુ કરી છે. ગોંડલ તાલુકા આસપાસના કારખાનાની ઓરડીમાંથી ચોરીના બનાવો બન્યા હોય આ ચોરીમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની શંકાએ તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.ડી. પરમાર અને તેમની ટીમે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલા મૂળ દાહોદ પંથકના અને હાલ લોધિકાના રાવકી ગામે વાડી વાવતાં રાજુ ઉર્ફે રમેશ કાનજી મોહનીયા અને ગોંડલના નાના મહિકા ગામે વાડી વાવતાં દિનેશ મકનાભાઈ માવીને ઝડપી લીધા હતા.

આ બંનેએ મૂળ દાહોદના પંથકના અને હાલ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં આવેલી વાડી વાવતા કાળુ મોહનીયા અને સુખીયા મોહનીયા સાથે મળી છ ચોરી કર્યાની કબુલાત આપી હતી. છ જેટલી ચોરીમાં સંડોવાયેલા કાળું સુરજી મોહનીયા અને સુખિયા માના મોહનીયાને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂૂ કરી છે.
પકડાયેલ બન્નેની પુછપરછમાં આ ટોળકીએ વ્રજભૂમિ, જુપીમેગી કારખાના ઉપરાંત તેની આજુબાજુમાં આવેલા આશાપુરા પ્રોવિઝન સ્ટોર, ભુણાવા રોડ પરના શિવ પ્રોવિઝન સ્ટોરની ચોરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભુણાવા રોડ પર આવેલા કારખાનાના મજુરોની ઓરડીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેતાં કોસ, કુહાડો, ડિસમીસ અને બાઈક કબજે કર્યું છે. આ ઉપરાંત તેલના ડબ્બા, ખાંડ, ઘઉંના બાચકા, ચાની ભુક્કી, પાન-માવા-સિગારેટ, સેટઅપ બોકસ, વાઈફાઈ, સિક્કા, બે મોબાઈલ ફોન, રોકડા રૂૂા. 17 હજાર સહીત 52 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જીલ્લા પોલીસ વડા હિમકર સિંહનું સુચનાથી ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર,પીએસઆઈ આર.જે.જાડેજા સાથે સ્ટાફના આર.એચ.બોહરા,કુંદનભાઇ રાણાભાઇ,ધર્મેન્દ્રસિંહ જાડેજા,પ્રતાપસિંહ સોલંકી, જીતેન્દ્રસિંહ વાળા,રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, જયદિપભાઇ ધાધલ, ભગીરથભાઇ વાળા, ભરતભાઇ ગમારા, જયદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *