વનવિભાગે બંન્નેને 80 હજારનો દંડ ફટકાર્યો
સાવરકુંડલા તાલુકાના બગોયાની સીમમા સસલાનો શિકાર કરી મિજબાની માણી રહેલા બે શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. વનવિભાગે આ શખ્સોને 80 હજારનો દંડ ફટકાર્યો હતો.ગીરપુર્વના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવની સુચના અને મદદનીશ વન સંરક્ષક ડી.એલ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રતાપભાઈ ચાંદુ, રાઉન્ડ ફોરેસ્ટર પ્રદીપસિંહ ચાવડા, ફોરેસ્ટ ગાર્ડ લક્ષ્મણ ગોહીલ, ધવલ રાનાણી અને સાવરકુંડલા રેન્જના સ્ટાફ દ્વારા રેવન્યુ વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરેલ હતી.
તારીખ 15/05ના રોજ સાવરકુંડલા તાલુકા હેઠળના બગોયા ગામે રેવન્યુ વિસ્તારમાં આવેલ ધાતરવડી નદી કાંઠે સસલા જીવ એકનો મેવટા વડે શિકાર કરી તેમના ટુકડા કરી અલગ અલગ બે ભાગમાં વહેચી બગોયા ગામે પોતાના રહેણાંક મકાને રણજીતભાઈ ભનુભાઈ સુદરાણા તથા સતિષભાઈ કાંતિભાઈ પાટડીયાને માંસ મટન રાંધી રહ્યાં હતા તે દરમ્યાન મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.બંને સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધીનિયમ 1972 હેઠળ આરક્ષિત વન્ય જીવ સસલાનો શિકાર કરવા બદલ આરોપીઓ પાસેથી રૂૂપિયા 80 હજારનો દંડ પણ વસુલાયો હતો.
