રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મેટલની ચોરી કરનાર કર્મચારી સહિત બે પકડાયા

રજપૂતપરા શેરી નં. 5માં આવેલી શ્રી ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાંથી રૂૂા. 2.25 લાખની કિંમતને ગન મેટલનો ભંગાર ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…

રજપૂતપરા શેરી નં. 5માં આવેલી શ્રી ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાંથી રૂૂા. 2.25 લાખની કિંમતને ગન મેટલનો ભંગાર ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી બે શખ્સોને ઝડપી લીધા છે.

ધરપકડ કરાયેલામાં સંજય કરશનભાઈ ચૌહાણ (ઉ.વ.30, રહે. રાધિકા રેસીડેન્સી, ગેટ નં.3, મહિકા પાસે) અને સબીર ગુલાબભાઈ શીશાંગીયા (ઉ.વ.30, રહે. મહેશ્વરી સોસાયટી, કોઠારીયા રોડ)નો સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક રાજદીપસિંહ જાડેજા (ઉ.વ.28, રહે. સેરેનીટી ગાર્ડન, કાલાવડ રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા. 28નાં તેની પેઢીની ગાડીમા ભાવનગરથી રૂૂા. 11.54 લાખનો ગન મેટલનો ભંગાર આવ્યો હતો. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 31ના રોજ તેની પેઢીમાંથી ગન મેટલનો ભંગાર રીક્ષામાં ભરી ઉદ્યોગનગર જીઆઈડીસીમાં આવેલી પેઢીને મોકલ્યો ત્યારે રૂૂા. 2.25 લાખનો ભંગાર ગાયબ હોવાની જાણ થઈ હતી આ સ્થિતિમા ગઇ તા. 28થી 31 દરમિયાન તસ્કરો તેની ઓફિસમાંથી આ ભંગારની ચોરી કરી ગયા હતા.

આ ઘટનામા પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જેમા સંજય ટ્રાન્સપોર્ટનો કર્મચારી હોય તેને દેણુ થઇ જતા મિત્ર સાથે મળી ચોરીનાં ગુનાનો અંજામ આપ્યો હતો . પોલીસે બંને પાસેથી તમામ મુદામાલ જપ્ત કર્યો છે . આ કામગીરી પ્રનગર પોલીસ મથકનાં પીએસઆઇ એચ. એન. જેઠવાની રાહબરીમા હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ ચાવડા, કલ્પેશભાઇ બોરીચા અને ધારાભાઇએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *