મવડી વિસ્તારમા આવેલા સ્વામિનારાયણ પાર્કમા રહેતા વિશાલભાઇ કીશોરભાઇ લાડવા કે જેઓ રૈયાધાર શાંતીનગરનાં ગેટ પાસે જાનવી સેન્ટીંગ નામે ગોડાઉન ધરાવી બાંધકામ સાઇટોમા ઓર્ડર પ્રમાણે સેન્ટીંગનો માલ સામાન ભાડે આપવાનો વ્યવસાય કરે છે. તેમજ આ ગોડાઉન પર દીવાલ પણ બાંધેલ છે. આ ગોડાઉનમાથી એક લાખ રૂપીયાની 80 લોખંડની પ્લેટો ચોરાઇ હોવાની ફરીયાદ પોલીસ સ્ટેશનમા નોંધવામા આવી હતી.
આ ઘટનામા યુનિવર્સીટી પોલીસ મથકનાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમા પીએસઆઇ એન. વી. ચાવડા, વીજુભા જાડેજા, વીરદેવસિંહ જાડેજા, જીજ્ઞેશ મારુ અને પ્રતાપસિંહ મોયા સહીતનાં સ્ટાફે આ ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો . અને આ ઘટનામા યુનિવર્સીટી રોડ કેન્સર હોસ્પીટલની બાજુમા ખુલ્લા પ્લોટમા રહેતા પ્રવિણ ભરત વાઘેલા અને રૈયા ધાર મફતીયાપરામા રહેતા ભરત ઉર્ફે લંગડો લાલજીભાઇ સાડમીયાને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી તમામ મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આરોપીઓએ પોલીસને કબુલાત આપી હતી કે આ માલ સામાનની ચોરી કરી તેઓ વેચવા નીકળ્યા હતા અને પોલીસે ઝડપી લીધા હતા.
