રૈયા ચોકડી અને હવેલી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરનાર બે ઝડપાયા

દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ચોકડી પાસેથી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાથી હવેલી એપાર્ટમેન્ટમાથી બાઇકની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે સકંજામા લઇ પુછપરછ શરૂ કરવામા…

દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ચોકડી પાસેથી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાથી હવેલી એપાર્ટમેન્ટમાથી બાઇકની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે સકંજામા લઇ પુછપરછ શરૂ કરવામા આવી છે.

વધુ વિગતો અનુસાર ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એસ. એલ. ગોહીલ, રવિભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી અને અમીનભાઇ ભલુર, રઘુવિરસિંહ જાડેજા અને સ્ટાફે બાતમીને આધારે શીતલ પાર્ક મેઇન રોડ પરથી સાહીલ અકબરભાઇ શેખ (રહે. અંજતા ટોકીઝ ભાટીયા ધર્મશાળા પાસે શાબરી મસ્જીદ પાસે જુનાગઢ ) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો .

તેની પુછપરછમા આ બાઇક એક મહીના પહેલા દોઢસો ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી પાસે રીક્ષા સ્ટેન્ડ નજીકથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જુનાગઢનો સાહિલ અગાઉ જુનાગઢમા મારામારી, હત્યાનો પ્રયાસ, રાયોટ અને ધમકી તેમજ પોરબંદરમા ચોરી અને સુરેન્દ્રનગરમા દારૂનાં ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

જયારે બીજી ઘટનામા રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરિપરા, હરપાલસિંહ જાડેજા, અક્ષયભાઇ, નિકુંજ મારવીયા, ઉગાભાઇ બાળા , જયપાલસિંહ સરવૈયા સહીતનાં સ્ટાફે જય સરદાર રોડ રાજ રેસીડેન્સી સામે હવેલી એપાર્ટમેન્ટનાં પાર્કીગમાથી એકટીવાની ચોરી કરનાર ઉપેન્દ્ર છત્ર બહાદુર બહોરા (નેપાળી) (રહે. તાલુકા પોલીસ સ્ટેશનની સામેની શેરી વાળો) ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *