ઉનાના કાળાપાણ ગામે ઉતરાયણના આગલા દિવસે ધાબા પરથી અકસ્માતે નીચે પટકાયેલી અઢી વર્ષની બાળકીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા બાળકીનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ઉનાના કાળાપાણ ગામે ઉતરાયણના આગલા દિવસે દિપાલીબેન ભીખાભાઇ નામની અઢી વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે અગાસી ઉપર હતી તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાય હતી માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.
જયા તેણીની તબીયત નાજુક જણાતા વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા માસુમ બાળકીની સારવાર કારગત નીવડે તે પુર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરીવારમા અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. આ ઉપરાંત બીજા બનાવમા કોટડા સાંગાણીના શીશક ગામે ખેત મજુરી અર્થે આવેલા રવી રમેશભાઇ જમરે નામના ર1 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.