રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણિયા ગામે એક દુર્ઘટનામાં અઢી વર્ષના બાળકનું પાણીની કુંડીમાં પડી જવાથી મોત થયું છે. ખેત મજૂરી માટે આવેલા એક પરિવારના માસૂમ બાળક સાથે આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ચારણિયા ગામની સીમમાં એક ખેતરમાં મજૂરી કામ કરી રહેલો પરિવાર પોતાના કામમાં વ્યસ્ત હતો. તે દરમિયાન પરિવારનો અઢી વર્ષનો બાળક સંદીપ સોલંકી ખેતર નજીક રમી રહ્યો હતો. રમતા રમતા બાળક અચાનક પાણી ભરેલી કુંડી પાસે પહોંચી ગયો અને તેમાં પડી ગયો.
પરિવારજનો અને આસપાસના લોકો કામમાં વ્યસ્ત હોવાથી બાળક થોડો સમય નજરથી દૂર રહ્યો હતો. બાળક દેખાતો ન હોવાથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂૂ કરી. શોધ દરમિયાન બાળક પાણી ભરેલી કુંડીમાં મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક બાળકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.જ્યારે પરિવારમાં શોક છવાયો હતો,
