શહેરમાં કાલાવાડ રોડ પર ક્ધયા છાત્રાલયને બદનામ કરવાની ધમકી આપનાર સંચાલિકા અને તુ વચ્ચે પડતો નહી યુપીમાં રૂૂ.1500માં કટ્ટો મળે છે. મારતા વાર નહી લાગે કહી બ્રહ્યામણ સમાજના પ્રમુખને મારી નાખવાની ધમકી આપ્યાની કહેવાતા પત્રકાર સહીતના ચાર સામે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં અલગ અલગ બે ફરીયાદ કરતા પોલીસે ચાર શખસો સામે ગુના નોંધી તેની ધરપકડ કરી હતી.જેમાં પોલીસે બે શખ્સો સામે પાસા હેઠળ અમદાવાદ સાબરમતી અને બરોડા જેલમાં ધકેલી કાર્યવાહી કરી છે.
કાલાવડ રોડ પર પ્રદ્યુમન રોયલ હાઈટસમાં રહેતા અને 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે નક્ષત્ર બિલ્ડિંગમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય માટે ઓફિસ ધરાવતા બંકિમભાઈ કાંતિભાઈ મહેતા (ઉ.વ.42) કે જેઓ કાલાવડ રોડ પર મામલતદાર ઓફિસ પાછળ આવેલા બ્રાહ્મણ સમાજ છાત્રાલયમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. ગત 21 ડિસેમ્બરે રાત્રે 10:30 વાગ્યા આસપાસ તેમના ફોન ઉપર ફોન આવ્યો હતો જેમાં ફોન સમય મીરરનો પત્રકાર ભાવેશ વણવી હોવાની ઓળખ આપી મારા ભાગીદાર ધર્મેશ દોશી સાથે શું માથાકૂટ છે ? આ કહી ભાવેશ વણવી બેફામ ગાળાગાળી કરી ધમકી આપી ભાવેશે બંકિમભાઈને કહ્યું હતું કે ‘યુપીમાં 1500 રૂૂપિયામાં કટ્ટા મળે છે, તું પણ રાજકોટમાં રહે છે, તને મારતા પણ વાર નહીં લાગે.બીજી ફરિયાદમાં રૈયા ગામમાં રહેતા હિતેષભાઈ ભરતભાઈ સોલંકી(ઉ.વ.28)જે બેનર ફીટીંગનુ કામકાજ કરે છે તેને પણ ભાવેશભાઈ વાણવીએ હુ મોટા ગજાનો પત્રકાર છુ મારૂૂ કાંઈ થાશે નહી તેમ કહીને બોલાચાલી ઝગડો ધમકી હુમલો કર્યો હતો. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
શહેરમાં ગુનાખોરી આચરતા ઈસમો વિરૂૂધ્ધ પોલીસ કમિશનર બજેશકુમાર ઝાએ પાસાનું સશસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે શરીર સંબંધી તથા ખંડણી સહિતના ગુનાઓમાં સંકડાયેલા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ભરતકુમાર દોશી અને ભાવેશ ડાયભાઈ વાણવી સામે પાસા હેઠળ ધર્મેન્દ્ર અને ભાવેશની ધરપકડ કરી અમદાવાદ સાબરમતી અને બરોડા જેલમાં ધકેલી કાર્યવાહી કરી છે.
યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ એચ.એન.પટેલ સાથે પીએસઆઈ વી.જી.ડોડીયા તથા એ.એસ.આઇ. જે.એન.ખટાણા, એ.એસ.આઇ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, હરેશભાઇ સારદીયા, ગોપાલસિંહ જાડેજા,વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ જતાપરા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ ઝાલા, અક્ષય ભાખર, બ્રીજરાજસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.
