રાજકોટ એસઓજીની ટીમે પકડાયેલા બન્ને શખસોને વનવિભાગ હવાલે કર્યા
રાજકોટમાં રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે અમદાવાદના બે શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એસ.ઓ.જીની ટીમે ઝડપી લઇ બન્નેને વન વિભાગના હવાલે કર્યા છે.
રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા શહેર આજુ બાજુ દરીયાઇ વિસ્તાર આવેલ હોય જેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમની વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય રાજકોટ શહેર વિસ્તારના નજીકના જીલ્લાઓ દરીયાઇ વિસ્તાર ધરાવે છે જેથી આ દરીયાઇ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તાર વન્યપ્રાણી સંરક્ષણ અનિનિયમ અનુસુચચમાં સંરચક્ષત જીવોના અવશેષોના વેચાણ સંગ્રહ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવ્રુતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે એસઓજીના પી.આઈ એસ. એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજાની ટીમેને મળેલી ચોક્કસ બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગ્રીનલેન્ડ ગ્લોસી બિલ્ડિંગની બાજુમાંથી અમદાવાદના અમરાઇવાડી શીવાનંદનગર નાગરવેલ હનુમાન પાસે ગલી નં.75/1272માં રહેતા સુમીત શ્રીકાંતભાઇ ઘુલમ (ઉ.વ.37) અને માધવ પાર્ક શેરી નં.2 ઘર નં.32 એસ.પી. રિંગ રોડ વસ્ત્રાલ માધવ સ્કુલની બાજુમાં ભાડાના મકાનમાં અમદાવાદ રહેતા મયુર મહેન્દ્રભાઇ ભાવસાર (ઉ.વ. 19)ની ધરપકડ કરી હતી. બંને પાસે થી રૂૂ. 46.20 લાખની કીમતની 0.462 કી.ગ્રા. વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) કબજે કરવામાં આવી હતી. આ વ્હેલ માછલી ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જણાવતા હોય તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાનુ જણાવેલ.
કબજે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસર તેમજ એફ.એસ.એલ.અધિકારી દ્રારા પરીક્ષણ અને તપાસ કરી બીએનએસએસની કલમ -106 મુજબ કબ્જે કરવામાં આવેલ છે બન્નેને વધુ તપાસ માટે વનવિભાગના હવાલે કરવામાં આવ્યા હતા. એસ ઓ જીના પી.આઈ એસ.એમ.જાડેજા સાથે પીએસ આઈ એમ.વી. જાડેજા, હરદેવસિંહ જાડેજા, અમરદીપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ રાણા, અનોપસિંહ ઝાલા, રોહિતસિંહ જાડેજા,રવિરાજ ધગલ સહીતન સ્ટાફે કામગીરી કરી હતી.
