રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. ભાટિયા તથા સ્ટાફે માનવબળ અને ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂૂના ગુનામાં ફરાર બે આરોપીઓને હરિયાણા અને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યા છે.
વર્ષ 2025માં કનસુમરા ગામ નજીક સાઢીયાપુલ પાસે આવેલા આર્ય એસ્ટેટમાં ખોડલ કોલ ટ્રેડર્સના ગોડાઉનમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂૂ બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અરૂૂણ ઉર્ફે કાલી સીતારામ સોની, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને મહિપાલસિંહ આશિષસિંહ રાણાને ઝડપી લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી 800 લીટર આલ્કોહોલ સ્પિરિટ, ભેળસેળયુક્ત દારૂૂ બનાવવાના કેમિકલ પદાર્થો, આલ્કોહોલ માપવાનું મીટર, દારૂૂની બ્રાન્ડના સ્ટીકરો, ઢાંકણાં તથા પ્લાસ્ટિકની સ્ટીકરોની પટ્ટીઓ સહિત કુલ રૂૂ.8.23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી કિશનસિંહ જગમાલસિંહ શેખાવત ફરાર હતો.
તેવી જ રીતે વર્ષ 2025માં જામનગર તાલુકાના નેવીમોડા ગામે હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજાની વાડીમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂૂ બનાવવાના ગુનામાં પોલીસે કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ડુપ્લીકેટ દારૂૂ, કેમિકલ પદાર્થો, કલર, ઢાંકણાં, પ્લાસ્ટિકના પાઉચ, દારૂૂના સ્ટીકરો તથા આલ્કોહોલ માપવાનું મીટર સહિત રૂૂ.7.28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં મુખ્ય આરોપી રોહતાસ ઉમદસિંહ સાગવાન ફરાર હતો.
બંને ગુનામાં ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.બી. ઠાકોર તથા એલસીબીની ટીમે મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે હરિયાણા તથા રાજસ્થાનમાં તપાસ હાથ ધરી બંને ફરાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓમાં રોહતાસ ઉમદસિંહ સાગવાન, રહે. ભારીવાસ ગામ, જિલ્લા ભિવાની, હરિયાણા તથા કિશનસિંહ જગમાલસિંહ શેખાવત, રહે. હાથીદેહ ગામ, તા. શ્રીમાધોપુર, જિલ્લા સીકર, રાજસ્થાનનો સમાવેશ થાય છે.
