જામનગરના જાંબુડાના પાટિયા પાસે હત્યાના પ્રયાસના ગુનામાં બે આરોપીઓની ધરપકડ

જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના…

જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો

જામનગર જિલ્લાના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે થયેલ મારામારી તથા હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે બે દિવસ પહેલા રાત્રિના મારામારીનો બનાવ બન્યો હતો, અને એક યુવાન પર બે શખ્સો જીવલેણ હુમલો કરીને ભાગી છુટ્યા હતા, જે આરોપીઓને પકડી પાડવા માટે જામનગરના પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગત તા. 02/06/2026ના રોજ જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સિદ્ધનાથ હોટલ ખાતે ફરીયાદી ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા, રહે. નેવી મોડા, તા.-જી. જામનગર સાથે જૂની અદાવતના કારણે અલીયાગામના કિશન મકવાણા અને ઉત્તમ તન્નાએ મારામારી કરી હતી.

આ બનાવ અંગે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કલમ 109, 115(2), 118(1), 352, 351(2), 54, 296(બી) તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂૂ કરી અને ટેકનિકલ તેમજ માનવ બાતમીના આધારે બન્ને આરોપીઓ કિશન મકવાણા અને ઉત્તમ તન્ના ને શોધી કાઢ્યા હતા. જે બન્ને ની અટકાયત કરી લઈ વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *