જામખંભાળિયાના આમલાના મહિલા સરપંચ સહિતનાનો મકાન પચાવી પાડવા વૃધ્ધા પર હુમલો

રાજકોટમાં રહેતા વૃધ્ધા વડીલોપાજિર્ર્ત મકાને આંટો મારવા જતાં માતા પુત્રીએ માર માર્યાનો આરોપ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં વૃધ્ધા જામખંભાળીયાના આંબલા ગામે વડીલો પાર્જીત મકાને આંટો…

રાજકોટમાં રહેતા વૃધ્ધા વડીલોપાજિર્ર્ત મકાને આંટો મારવા જતાં માતા પુત્રીએ માર માર્યાનો આરોપ

રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં વૃધ્ધા જામખંભાળીયાના આંબલા ગામે વડીલો પાર્જીત મકાને આંટો મારવા ગયા હતાં ત્યારે આંબલા ગામના મહિલા સરપંચ અને તેની માતાએ મકાન પચાવી પાડવા વૃધ્ધા ઉપર હુમલો કરી માર માર્યો હતો. વૃધ્ધાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતાં મરીયમબેન ઈબ્રાહીમભાઈ નામના 75 વર્ષના વૃધ્ધા જામખંભાળીયાના આંબલા ગામે હતાં ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં આંબલા ગામના સરપંચ સુગરાબેન અને તેમની માતા રહેમતબેનએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃધ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત મરીયમબેન અને હુમલાખોર રહેમતબેન દેરાણી જેઠાણી થાય છે. મરીયમબેન વડીલો પાર્જીત મકાને આંટો મારવા ગયા હતાં ત્યારે દેરાણી રહેમતબેને સરપંચ પુત્રી સુગરાબેન સાથે મળી મકાન પચાવી પાડવાના ઈરાદે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *