માળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત

જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા…

જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાકે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતા જુબેર જુશબભાઈ કકલ નામનો 19 વર્ષનો યુવાન ગત તા.17 ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં માળિયા મિયાણા પાસેથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકનું મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માળિયા મિયાણા પોલીસને જાણ કરતા માળિયા મીયાણા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક જુબેર કકલ તેના માતા પિતાને આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને મુન્દ્રામાં આવેલ અદાણી પોર્ટમાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જુબેર કકલ બાઇકમાં પેટ્રોલ પુરાવીને પરત ફરતો હતો. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માળિયા મીયાણા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *