દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા અંગેના પ્રકરણમાં સાત શખ્સોને ઝડપી લઇ, જુદા જુદા વાહનો, રોકડ, ભંગાર સહિત કુલ રૂૂપિયા 58.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકાના પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કેટલાક શખ્સોની ટોળકી દ્વારા પૂર્વયોજિત કાવતરું રચીને આબેહૂબ કલર-બ્રાન્ડ દેખાવ વાળી રજીસ્ટ્રેશન નંબરમાં એક જ અંકનો ફેરફાર હોય તેવા પ્રકારની બે આઇસર ગાડીઓ ભાડે લઈને મહારાષ્ટ્ર પાસિંગની અલગ અલગ બે આઇસર ગાડીના રજીસ્ટ્રેશન નંબરમાં વચ્ચે માત્ર એક આંકનો ફેરફાર હોય 5365 નો 5385 નંબર મુજબની ખોટા નંબર પ્લેટ વાળી ગાડી બનાવીને તેનું વજન કાંટો કરાવી, સ્ક્રેપ ભરેલા આઇસર ગાડીનું ખોટી હકીકત વાળી ઈ-વે બિલ તૈયાર કરીને ઓનલાઈન રાખી તેની કે બીજા કોઈ આઇસર ગાડી કે તેમાં ભરેલા માલના કોઈ હાર્ડ કોપી કાગળો સાથે નહીં રાખી બોગસ ઈ-વે બિલ તથા બોગસ આરટીઓ લગત રજીસ્ટ્રેશન નંબર લગાવીને ખોટા દસ્તાવેજો ઉભા કર્યા બાદ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને સરકારમાં કાયદેસર રીતે ભરવાના થતા જીએસટીના નાણા બાબતે વિશ્વાસઘાત ઠગાઈ કરી અને ગુનો આચરવામાં આવતા આ અંગે વડોદરાના રહીશ મુકેશ બજરંગલાલ સુથાર, નુરમીયા ઉર્ફે બબલુ સોકતઅલી પઠાણ, બબ્બનકુમાર શિવકુમાર ભારદ્વાજ, દેવાંશુ નારાયણભાઈ રાજપુત તેમજ ભરૂૂચના રહીશ રવિ કુંદનભાઈ મિશ્રા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જયસુખ કાળાભાઈ વાઢેર અને મહારાષ્ટ્ર – મુંબઈના હિલેરી પોલ એન્ટોની કેસ્ટેલી નામના સાત વ્યક્તિઓ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ બાદ આ તમામ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 30 લાખની કિંમતના કિંમતની જુદી જુદી બે આઈસર ગાડી, રૂૂ. 2,00,000 ની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર, રૂૂ. 20, 00,000ની કિંમતની સ્કોર્પિયો કાર, રૂા.42,000 રોકડા, રૂૂ. 60,000ની કિંમતના 11 મોબાઈલ ફોન, રૂૂ. 10,000 ની કિંમતના રેતી તથા સિમેન્ટના ચોરસા ઉપરાંત રૂૂ. 5,74,000 ની કિંમતનો આશરે 28,700 કિલોગ્રામ સ્ક્રેપ મળી કુલ રૂૂપિયા 58,86,000 નો મુદ્દામાને હાલ શકમંદ તરીકે કબજે કરવામાં આવ્યો છે.
