હલેન્ડા નજીકથી રૂા.63 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક…

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, તુલસી હોટલના પાર્કિંગમાં દારૂના કટિંગ સમયે જ ટીમ ત્રાટકી

રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી સફળતા મેળવી છે. એસએમસીએ બાતમીના આધારે તુલસી હોટલના પાર્કિંગમાં દરોડો પાડીને ટ્રકમાંથી લાખો રૂૂપિયાની કિંમતનો વિદેશી દારૂૂનો રૂા.97 લાખની કિંમતનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ડિટર્ઝન્ટ પાવડરની થેલીઓ નીચે છુપાવીને લઇ જવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવતા સ્થાનીક પોલીસમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, એસએમસીના પીએસઆઈ જે. એચ. સિસોદિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામ પાસે તુલસી હોટલના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક ટ્રકમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ દ્વારા આ દરોડા દરમિયાન કુલ રૂૂ. 97,16,060 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂૂ 5280 બોટલ કિંમત રૂૂ. 63,14,400, ટ્રક કિંમત રૂૂ. 20,00,000, લિક્વિડ ડિટર્જન્ટની બેગ: 2340 નંગ કિંમત રૂૂ. 14,01,660 કબજે કરવામાં આવેલ છે અને આજી ડેમ પોલીસને આ જથ્થો સોંપવામાં આવેલ છે. ત્યારે આગામી દિવસોમાં આજી ડેમ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી ઉપર તવાઇ ઉતરે તેવી પુરી શકયતા દર્શાવાય છે.

આ દરોડા દરમિયાન સ્થળ પરથી કોઈ આરોપી હાથ લાગ્યા ન હતા. પોલીસે ટ્રક ડ્રાઈવર, દારૂૂ મંગાવનાર વ્યક્તિ, દારૂૂ મોકલનાર વ્યક્તિ (રાજ્ય બહારનો) અને ટ્રકના માલિક એમ કુલ 04 અજાણ્યા શખ્સો સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *