મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે અગાઉ પણ રેંજ ટીમ, SMC ટીમો અને તાજેતામ્ર ગાંધીનગર CID ક્રાઈમ ટીમે રેડ કરી કામગીરી કરી હતી જોકે હજુ પણ સ્થાનિક પોલીસને શરમ આવતી ના હોય તેમ બોર્ડર રેંજ ભુજ ટીમે માળિયા નજીકથી પાવડરની બોરીની આડમાં છુપાવી લઇ જવાતા ટ્રકમાંથી દારૂૂની 4092 બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.
સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ 2 સરહદી રેંજ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રીજ પાસે સર્વિસ રોડ પર ટ્રક આરજે 52 જીએ 2464 વાળી ઉભી હોય જે ટ્રક ચેક કરતા પ્લાસ્ટિક બોરીઓમાં સફેદ પાવડર ભરેલો હતો જેની નીચે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો છુપાવી લઇ જવાતો હતો રેંજ ટીમે ટ્રકમાં રાખેલ ઈંગ્લીશ દારૂૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ 4092 કીમત રૂૂ 9,37,500, ટ્રક આરજે 52 જીએ 2464 કીમત રૂૂ 10 લાખ અને સફેદ પાવડરની બોરીઓ 30 ટન કીમત રૂૂ 15,000 સહીત કુલ રૂૂ 19,52,000 નો મુદામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક તેમજ તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ માળિયા (મી.) પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
જે કામગીરીમાં ક્રાઈમ 2 બોર્ડર રેંજ ભુજના પીઆઈ એલ પી બોડાણાની ટીમના પીએસઆઈ એ પી વાઘેલા, રસિકભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહિતભાઈ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.
