જામનગરના બેડ ટોલ નાકે ટ્રક ચાલક પર કર્મચારીઓનો હુમલો

જામનગર -ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા પર એક ટ્રકના ચાલક ને ટોલ ભરવાના મુદ્દે બોલાચાલી થયા પછી ટોલ નાકા પર હાજર ચાર થી પાંચ શખ્સોએ…

જામનગર -ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા પર એક ટ્રકના ચાલક ને ટોલ ભરવાના મુદ્દે બોલાચાલી થયા પછી ટોલ નાકા પર હાજર ચાર થી પાંચ શખ્સોએ તેને બેફામ માર માર્યો હતો. આ બનાવ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પ્રકાર ના બનાવો અનેક ટોલનાકા પર અવારનવાર બનતા રહે છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ નજીકના ટોલનાકા પરથી ગઈ રાત્રે એક ટ્રક પસાર થયો હતો, અને ટોલ ટેક્સ ભરવા મામલે ટ્રકના ચાલકે ટોલનાકાની બારી પર હાજર કર્મચારી સાથે વાત કર્યા પછી કોઈ પણ કારણોસર મામલો ઉગ્ર બન્યો હતો.ત્યારપછી ટ્રકચાલકને નીચે ઉતારી લઈ ટોલનાકા પર હાજર ચાર થી પાંચ જેટલા શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. ગઇકાલ ના આ બનાવ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *