ગોંડલના સુલતાનપુરમાં એક સાથે અઢાર જેટલા ખેડુતના રૂૂ.42 હજારની કીમતના 536 મીટર કેબલ વાયર ચોરીના બનાવમાં સુલતાનપુર પોલીસે તપાસ કરી ગણતરીની કલાકોમાં ચોરી ત્રિપુટીને ઝડપી પાડી હતી. મળતી વિગતો મુજબ સુલતાનપુરમાં ખેડૂતોએ સુલતાનપુરી નદીમાંથી ખેતરોમાં પિયત માટે મૂકવામાં આવેલી 17 ઇલેક્ટ્રિક મોટરોના કોપર વાયરની ચોરી થઈ હતી, તસ્કરો રૂૂ. 42,880ની કીમતનો 536 મીટર લંબાઈનો કોપર વાયર ચોરી કરી ગયા હતા. આ ઘટના બાબતે લાલજીભાઈ રૂૂપારેલીયા, રોહીતભાઇ ગોંડલીયા, નીતેષભાઈ ગોંડલીયા સહિત 17 ખેડૂતએ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતોએ ખેતી માટેની સિંચાઈ વ્યવસ્થા ખોરવાઈ જતા પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
રેન્જના આઇ.જી.પી. અશોક કુમાર,જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી સુલતાનપુર પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલ ગોંડલના સાજડીયાળી ગામના સાગર ઉર્ફે મગરો ભરતભાઇ વિકાણી, દેરડી (કુંભાજી)ના મહેશ ઉર્ફે બાવલો અતુલભાઇ સોલંકી અને શની અરવીંદભાઇ સોલંકીની ધરપકડ કરી જીજે-32-સી-1275 નંબરનું મોટરસાયકલ તેમજ 10,800 નો બાળેલો કોપર વાયર સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.સુલ્તાનપુર પોલીસ મથકના પીએસઆઈ એ.બી.કાકડીયા સાથે એ.એસ.આઇ. એચ બી ગરેજા, એમ.ટી.ચુડાસમાં,જગદિશભાઈ ગોહેલ, વિજયભાઇ સરીયા,અર્જુનભાઇ ડવેરા,જયસુખભાઇ ગરામભડીયા. રણધીરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.