અમરેલી જિલ્લામા રાજુલા, જાફરાબાદ, બાબરા, કુંડલા સહિત ત્રણ જિલ્લામા પાછલા કેટલાક સમયમા જુદાજુદા 16 સ્થળે ચોરી કરનાર ભાવનગર જિલ્લાની તસ્કર ત્રિપુટીને અમરેલી એલસીબીએ 4.66 લાખના મુદામાલ સાથે જબ્બે કરી છે. ત્રણેય શખ્સો રીઢા ગુનેગાર છે અને અગાઉ અનેક વખત ચોરીમા ઝડપાઇ ચુકયા છે.
અમરેલી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ અને તેની ટીમે એફએસએલ અધિકારી એચ.એ.વ્યાસની મદદથી બાતમીના આધારે પાલિતાણાના શકિતનગરમા રહેતા રણજીત ઉર્ફે રાજેશ રામજી પરમાર (ઉ.વ.28), વલ્લભીપુરના નવાણીયા ગામે રહેતા ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા અને શિહોરમા એકતા સોસાયટીમા રહેતા વરજાંગ નાનુ પરમાર (ઉ.વ.23) ને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આગવીઢબે પુછપરછ કરાતા તેમણે ચોરીના ધડાધડ 16 ગુના કબુલી લીધા હતા. ત્રણેય શખ્સોએ રાજુલાના ઝાંઝરડા ગામે સવા વર્ષ પહેલા ચોરી કરી હતી. ઉપરાંત ખાંભાના વાંકીયા ગામે અઢી માસ પહેલા 20 હજારની ચોરી કરી હતી. બે માસ પહેલા જાફરાબાદના હેમાળમા દાગીનાની ચોરી તથા મોટા માણસામા બે મકાનમાથી 15 હજારની ચોરી, બાબરાના લાલકામા દાગીનાની ચોરી તથા જીવાપરમા બંધ મકાનમાથી દાગીનાની ચોરી અને કરિયાણા ગામે પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પોલીસે આ શખ્સો પાસેથી 45.95 ગ્રામ વજનનો સોનાનો ઢાળીયો, 27500ની રોકડ, ત્રણ મોબાઇલ તથા બાઇક મળી 4.66 લાખનો મુદામાલ કબજે લીધો હતો. આ શખ્સોનો ઇતિહાસ ચોરીના ગુનાઓથી ખરડાયેલો છે અને અગાઉ જુદાજુદા 41 ગુનામા ઝડપાઇ ચુકયા છે. જેને હવે રીમાન્ડ પર લેવાશે.
ઊના, બોટાદ પંથકની ચોરી પણ ખુલીપોલીસની પુછપરછમા ત્રણેય શખ્સોએ ઉનાના શાણા વાંકીયામા દાગીનાની ચોરી, ઉનાના ખત્રીવાડમા બંધ ઘરમાથી દાગીનાની ચોરી, ઉનાના દુધાળામા બંધ મકાનમા ચોરી, દિવમા બંધ મકાનમા ચોરી તથા બોટાદના તુરખામા બંધ મકાનમાથી દાગીનાની ચોરી કબુલી હતી.રણજીત પરમાર સામે અગાઉ 29 ગુનાપકડાયેલા રણજીત ઉર્ફે રાજેશ પરમાર કુખ્યાત ચોર છે અને અગાઉ પાલિતાણા, શિહોર, બોટાદ, થાનગઢ, ભાણવડ વિગેરે પોલીસ મથકમા 29 ગુનામા ઝડપાઇ ચુકયો છે. જયારે ભરત વાઘેલા આઠ ગુનામા તથા વરજાંગ પરમાર શિહોર તાલુકાના ચાર ગુનામા ઝડપાઇ ચુકયો છે.