રાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

રેકી કરી મોટી ઉમરના દુકાનદારને જ નિશાન બનાવતા, બે ટાબરિયા સહિત ત્રણને ઝડપી રૂા.7.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટમાં બે સહીત ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત…

રેકી કરી મોટી ઉમરના દુકાનદારને જ નિશાન બનાવતા, બે ટાબરિયા સહિત ત્રણને ઝડપી રૂા.7.95 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં બે સહીત ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત દસ જેટલી ચોરીઓ કરનાર ત્રિપુટીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી હતી. શહેરના હુડકો પોલીસ ચોકી નજીક ઇમિટેશન અને કોસ્મેટીકની દૂકાનમાંથી વેપારીની નજર ચકુવી ટોળકી રૂૂમ.85 હજારની રોકડ ભરેલી થેલી ચોરી ગયા હતાં. આ ચોરીમાં સંડોવાયેલ રીઢા તસ્કર અને તની સાથેના બે સગીરને દબોચી લઇ અઢી લાખથી વધુની માલમત્તા કબ્જે કર્યા છે. આ ટોળકી દુકાનમાં મોટી ઉમરના વેપારી હોઇ ત્યાં આ શખ્સો વસ્તુ ખરીદવાના બહાને જઇ વાતો કરી નજર ચુકવી રોકડ ઉઠાવી લેતાં હતાં.

મળતી વિગતો મુજબ શહેરના વાણીયાવાડી વિસ્તારમાં રહેતા અને હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન તથા કોસ્મેટિક સ્ટોર ચલાવતા 58 વર્ષીય વેપારી ભરતભાઇ હેમતભાઈ ગોટેયા તા.1/5ના2026ના રોજ સવારે જ્યારે તેઓ પોતાની દુકાને હાજર હતા યારે અજાણ્યા શખ્સો તેમની નજર ચૂકવી ટેબલ પર રાખેલ રૂૂ.85,000ની રોકડ ભરેલી પ્લાસ્ટિકની થેલી ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ગારીયાધારમાં પચ્છે ગામ રોડ ધોબી ધાર પર રહેતાં વિક્કી વેલશીભાઇ શેખલીયા (ઉ.વ.29) અને બીજા બે સગીરને સકંજામાં લઇ 2.58 લાખ રોકડા, કાર મળી 7.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વેપારી પાસે પહેલા એક 25 થી 30 વર્ષનો યુવક તેલની શીશી લેવા આવ્યો હતો અને રૂૂ. 500ની નોટ આપી હતી. વેપારીએ છૂટા પૈસા આપવા માટે ટેબલમાંથી પૈસાનું જબલું બહાર કાઢયું હતું, તે દરમિયાન અન્ય એક શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો. આ બીજા શખ્સે વેપારીને તેલ અને શેમ્પુ બતાવવાના બહાને વાતોમાં પરોવી દુકાનની અંદરની તરફ લઈ ગયો હતો. ત્યારબાદ આ શખ્સે ખરીદીના પૈસા ચૂકવવા માટે ઓનલાઈન સ્કેનર માંગ્યું હતું. પરંતુ સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી હેપછી રોકડા આપીને સામાન લઈ જઈશ. તેમ કહી બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર પછી ભરતભાઇએ તપાસ કરતા ટેબલ પર રાખેલું રોકડ રકમનું જબલું ગાયબ જણાયું હતું.

આ ચોરીનો ભેદ તેમજ કોઠારીયા રોડ લિજ્જત પાપડ પાસે ગોકુલ ફરસાણ નામની એજન્સીમાં તેમજ ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત દસ જેટલી ચોરીઓ કરી હોવાનું કબુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમના પીએસઆઇ વી. વી. ડોડીયા, ડી. પી. ઝાલા, એન. એન. પરમાર, એસ. વી. ચુડાસમા, આર. કે. ગોહિલ, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, અશોકભાઇ કલાલ, વિજયરાજસિંહ જાડેજા, સમીરભાઇ શેખ, હેડકોન્સ. દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ, રાહુલભાઇ, સુભાષભાઇ, કારાભાઇ, જયદેવસિંહ, તુલસીભાઇ, અર્જુનભાઇ, કૃષ્ણદેવસિંહ, હરસુખભાઇ, મોહીલરાજસિંહ, કિશનભાઇ, જીલુભા,ઈ ધર્મરાજહિં, મયુરસિંહ, સંજયભાઇ, મહાવીરસિંહે આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *