રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી પાયલબેન પરેશભાઈ દવેરા નામની 27 વર્ષની પરિણીતા ગોંડલના નાના ઉબાળા ગામે હતી ત્યારે પતિ પરેશ દવેરા, રોહિત દવેરા અને કાજલબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.પરિણીતાને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં પાયલબેનને સંતાનમાં એક પુત્રી છે અને પાયલબેન છેલ્લા ચાર વર્ષથી રાજકોટ રહેતાં માવતરના ઘરે રિસામણે છે અને ટીઆરબીમાં નોકરી કરે છે.
રિસામણે બેઠેલી પાયલબેને પતિ પરેશ દવેરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના વોરંટની બજવણી કરવા નાના ઉબાળા ગામે ગઈ હતી. ત્યારે પતિ સહિતના શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
