ગોંડલમાં ખોટી નંબર પ્લેટ લગાવી ટેકસચોરી કરનાર ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ

ટેક્સ ચોરી કરવા પોતાની ટ્રાવેલની લકઝરી બસ માં ખોટા નંબર લગાડી ફેરા કરી રહેલા મોટા દડવા નાં બસ માલીક સામે બી’ડીવીઝન પોલીસે બસ ને જપ્ત…

ટેક્સ ચોરી કરવા પોતાની ટ્રાવેલની લકઝરી બસ માં ખોટા નંબર લગાડી ફેરા કરી રહેલા મોટા દડવા નાં બસ માલીક સામે બી’ડીવીઝન પોલીસે બસ ને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ બી-ડિવિઝન પોલીસ ઇન્સપેકટર જે.પી.રાવ, પીએસઆઇ સાંખટ, ડી’સ્ટાફ ના મદનસિહ, શક્તિસિંહ સહિત વોરાકોટડા રોડ ઉપર કોમ્બીગ તથા વાહન ચેકીગ કરી રહ્યા હતા.દરમ્યાન ગોંડલ તરફથી એક પેસન્જર ટ્રાવેલ્સ બસ આવતા તેને રોકી ચેક તપાસ કરતા ડ્રાઇવર કંઇક છુપાવતો હોય તેવુ જણાયેલ અને ઉડાણપુવેક વધુ પુછપરછ કરી, ટ્રાવેલ્સ સંબધિત દસ્તાવેજોની માંગણી કરતા સંતોષકારક જવાબ આપી શકેલ નહી અને કાગળો રજુ કરી શકેલ નહી. જેથી ઉપરોકત ટ્રાવેલ્સ ના રજીસ્ટર બાબત ખાતરી કરવા મોબાઇલ પોકેટ કોય દ્વારા સર્ચ કરતા ટ્રાવેલ્સ ના આર.ટી.ઓ રજી.નંબર તથા ચેસીઝ – એન્જીન નંબર મેચ કરતા અલગ જણાયેલ જેથી ઉપરોકત ટ્રાવેલ્સ બસ શંકાસ્પદ હોય બી.એન.એસ.એસ. ની કલમ 106 મુજબ કબ્જે લઇ ડ્રાઇવર અટક કરવામાં આવી હતી.

અને જીજે.14 દ 6060 નંબરની રુ.8 આઠ લાખ ની કિંમત ની લકઝરી બસ કબ્જે કરી હતી.વધુ તપાસ કરતા જાણવા મળેલ કે, ઉપરોકત ટ્રાવેલ્સ ના કબ્જેદાર વિશાલપરી મહેશપરી ગોસાઇ રહે. મોટા દળવા તા. ગોંડલ એ આ ટ્રાવેલ્સ નો વીમો, પાસીગે, ફીટનેસ, માટે નો ટેકસ ની રકમ ના ભરવી પડે તે માટે બીજી ટ્રાવેલ્સ ના નંબર આ ટ્રાવેલ્સ ઉપર લગાડી પોતાના અંગત આથિક ફાયદા માટે ખોટી નંબર પ્લેટ બનાવી ટ્રાવેલ્સ ઉપર લગાડી, તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટેકસ ચોરી કરવાનુ તપાસ દરમ્યાન બહાર આવેલ હતું.. ઉપરોકત ઇસમ વિરૂૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 318(4), 336(2), (3), 340(2) તથા એમ.વી.એકટ ની કલમ 39, 192 વિરૂૂધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની કાયેદેશની કાયેવાહી ગોંડલ બી ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *