મુન્દ્રા બંદરે ટ્રાન્સપોર્ટરોની બેમુદતી હડતાલ, હજારો ક્ધટેનરોનું પરિવહન ઠપ્પ થઇ જતાં દેકારો

ગુજરાતના સૌથી મોટા અને મહત્વના બંદર મુન્દ્રા ખાતે ક્ધટેનરનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોએ બે મુદતી હડતાલ પાડતા આયાત-નિકાસનો વેપાર ઠપ થઇ ગયો છે અને હજારો ક્ધટેનરો…

ગુજરાતના સૌથી મોટા અને મહત્વના બંદર મુન્દ્રા ખાતે ક્ધટેનરનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોએ બે મુદતી હડતાલ પાડતા આયાત-નિકાસનો વેપાર ઠપ થઇ ગયો છે અને હજારો ક્ધટેનરો અટવાઇ પડ્યા છે. આ હડતાલના કારણે સ્થાનિક વેપારીઓ, નિકાસકારો અને શિપિંગ કંપનીઓને રોજનું કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

હડતાળ કરી રહેલા ક્ધટેનર ઓપરેટરોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવ અને જાળવણી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં ટ્રાન્સપોર્ટેશન ભાડામાં કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, ખાલી ક્ધટેનર યાર્ડ ખાતે અનિયમિત હોલ્ડિંગ ચાર્જિસ અને વાહનોના અનધિકૃત વિલંબના કારણે ઓપરેટરોને આર્થિક સહન કરવાનો વારો આવી રહ્યો છે. આ પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે તેમણે કામગીરી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

મુખ્ય બંદર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ કામગીરી ઠપ્પ થઈ જતાં બંદર પરથી માલસામાન લોડ કરવા અને ખાલી ક્ધટેનર ડિપોઝિટ કરવાની આખી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે માલ મોકલતા નિકાસકારો ચિંતામાં મુકાયા છે કારણ કે શિપિંગ લાઈનોના નિર્ધારિત શિડ્યુલ ચૂકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સમયસર માલ ન પહોંચવાના કારણે વિદેશી બાયર્સ તરફથી ઓર્ડર કેન્સલ થવાનો અથવા પેનલ્ટી લાગવાનો ભય ઉભો થયો છે.

મુંદ્રા પોર્ટ ઓથોરિટી, શિપિંગ એસોસિએશન્સ અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો વચ્ચે ચાલી રહેલા આ વિવાદનો વહેલી તકે ઉકેલ લાવવા માટે બેઠકોનો દોર શરૂૂ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી ભાડા વધારા અને યાર્ડ મેનેજમેન્ટ અંગે લેખિતમાં સંતોષકારક ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન અને હડતાળ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *