લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ રળવા આવેલા લોકો સરકારી કચેરીઓમાં જ ચક્કર કાપતા નજરે પડ્યા હતા.

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળાની રાઇડ્સના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને છેલ્લા બે વર્ષથી રાઇડ્સની મંજૂરીનો વિવાદ થાય છે. આ વર્ષે પણ આજે લોકમેળાના ઉદ્ઘાટન સુધી રાઇડ્સ સંચાલકો મંજૂરી માટે ફિલ્ડિંગ ભરતા જોવા મળ્યા હતા. સરકારી તંત્ર વચ્ચે આંતરિક સંકલન ન હોવાથી નાના ધંધાર્થીઓ હેરાન થઇ રહ્યા છે.

ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી.જગદીશ બાંગરવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, લોકમેળામાં રાઇડ્સ સંચાલકોએ તા.30 ઓગષ્ટના રોજ મંજૂરી માટે અરજી કરી છે. રાઇડ્સના ઇન્સ્પેકશન માટે બનાવાયેલી માર્ગદર્શિકા મુજબ વિવિધ વિભાગોની કમિટિને ઇન્સ્પેકશન અને એન.ઓ.સી. આપવા માટે સાત દિવસનો સમય જરૂરી છે. અરજીઓ મોડી થઇ હોવાથી બાકીની પ્રક્રિયા પણ મોડી થઇ રહી છે. આમ છતાં કમિટિ દ્વારા જેમ જેમ અભિપ્રાય અપાશે તેમ તેમ મંજૂરી આપવામાં આવશે. મતલબ કે, લોકમેળાનું ઉદ્ઘાટન જ રાઇડ્સની મંજૂરી વગર થાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી રેસકોર્સ ખાતે આયોજીત ‘વિરાસતથી વિકાસ લોકમેળા-2026’નું 2 સપ્ટેમ્બરે સાંજે 4.30 કલાકે વિધિવત ઉદઘાટન કર્યુ હતું. લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, વિરાસત અને વિકાસના સંગમરૂૂપ એવા જન્માષ્ટમીના વિરાસતથી વિકાસ લોકમેળાનું રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસીય લોકમેળાનો ઉદ્ઘાટન સમારોહ 2 સપ્ટેમ્બરને બુધવારે સાંજે યોજાયો હતો. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વભરમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નેવીબેન્ડ પ્રથમ બે દિવસ દેશભક્તિના સૂર રેલાવશે. તેમજ મેળામાં દરરોજ બપોરે 3થી સાંજે 8 વાગ્યા દરમિયાન વિવિધ કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નૃત્ય વૃંદો) વિવિધ પ્રસ્તુતિઓ કરશે. લોકગાયક ગોપાલ ભરવાડ, જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી, લોકપ્રિય ગાયિકા સાંત્વની ત્રિવેદી, સુપ્રસિદ્ધ કલાકાર ઉદય ધાંધલ, સાગર કાચા તથા દિવ્યેશ જેઠવા સહિતના કલાકારો રંગત જમાવશે.

આ સાથે મુલાકાતીઓને વિવિધ સ્ટોલ્સ મારફતે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જાણવાનો અવસર મળશે તેમજ કલાકારો દ્વારા તૈયારી કરવામાં આવેલી વિવિધ વસ્તુઓ ખરીદવાની પણ તક મળશે. જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ દ્વારા આ ભવ્ય લોકમેળાનો આનંદ માણવા નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં આજે તારીખ 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી 5 દિવસ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં આ વર્ષે કુલ 34 યાંત્રિક રાઇડ્સ રાખવામાં આવી છે જે તમામને રાજ્ય સરકારની જઘઙ મુજબ મંજૂરી આપવામાં આવશે જેમાં અલગ અલગ વિભાગના 13 સભ્યોની કમિટી દ્વારા અભિપ્રાય આપ્યા બાદ પોલીસ તરફથી આખરી મંજૂરી આપવામાં આવશે જેમાં રાઇડ્સ સંચાલકોએ રાઇડ્સના જરૂૂરી દસ્તાવેજ અને સર્ટિફિકેટ સહીત 15 ડોક્યુમેન્ટ આપવાના હોય છે. જેની સાથે 34 રાઇડ્સના 11 સંચાલકો દ્વારા અરજી કરવામાં આવી છે. જેના ઉપર પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી ગ્રાઉન્ડ ચકાસણી અને સકારાત્મક અભિપ્રાય આપ્યા બાદ રાઇડ્સ શરૂૂ કરવા પરવાનગી આપવામાં આવશે.

રાજકોટ ડીસીપી ક્રાઇમ એન્ડ સ્પેશિયલ બ્રાન્ચ જગદીશ બાંગરવાએ જણાવેલ કે, 34 રાઇડ્સના 11 સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડ્સ શરૂૂ કરવા માટે પરવાનગી મેળવવા અરજી કરવામાં આવી છે. આજે તારીખ 1 સપ્ટેમ્બર 2026 સુધી એક પણ રાઇડ્સ સંચાલકને મંજૂરી આપવામાં આવી નથી કારણ કે પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી દ્વારા ગ્રાઉન્ડ ચકાસણી કરવામાં આવી રહી છે જેનો હકારાત્મક અભિપ્રાય આવ્યા બાદ મંજૂરી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી જઘઙને પગલે મેળામાં નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવી છે જેના દ્વારા અલગ અલગ વિભાગના 13 સભ્યો ગ્રાઉન્ડ ચકાસણી કરી અને સકારાત્મક અભિપ્રાય આપે ત્યારબાદ સંચાલકને પરવાનગી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *