ઉપલેટાના ભાયાવદર પોલીસ મથકમાં ફરજ બજાવતા બહાદુર અને તેજસ્વી પી.આઈ.ની બદલીનાં સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ભાયાવદર ગામનાં પ્રબુધ્ધ નાગરિકો તેમજ આમ લોકો દ્વારા દુ:ખ વ્યક્ત કરી આપણી ખોટ સદાય માટે સાલશે તેવાં મેસેજ વાઈરલ કરી એક તરફ તંત્ર સામે આક્રોશ ઠાલવી શુભેચ્છાઓ પાઠવી હતી
ભાયાવદર ગામે પોલીસ સ્ટેશનમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા વી.સી. પરમારની તંત્ર દ્વારા બદલી કરી લિવ રિઝર્વમાં મુકતાં પ્રબુધ્ધ નાગરિકો અને લોકો દ્વારા દુ:ખ વ્યક્ત કરી મેસેજ વાઈરલ કર્યા હતા જેમાં તેજસ્વી, બહાદુર, કર્મનિષ્ઠ, પ્રામાણિક, ઈમાનદાર ઓફિસરની કદર અમારા ગામના લોકો કરી ના શક્યા તેનું દુ:ખ ખુબ જ છે આપની ગેરહાજરી ગામના સારા લોકોને સાલશે, ભાયાવદર ગામનાં વ્યાજ ખોરો ચોરી લૂંટફાટ સ્ટેમીના વધારવાની દવાનું ગેરકાયદેસર કોલ સેન્ટર જેવા ગુનાહોને ડીટેકશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું દબંગ અધિકારીની છાપ ધરાવતા પી.આઈ. ને લિવ રિઝર્વમાં બદલી કરતાં લોકોએ એક તરફ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
બીજી બાજુ વી.સી.પરમારને વોટ્સએપ મેસેજ દ્વારા ઈશ્ર્વર જે કરે તે આપણા ભલા માટે જ કરતા હશે તે વિચારીને મન વાળી લઇએ છીએ આપ જ્યાં પણ જાવ ત્યાં ખુબ જ પ્રગતિ કરતા રહો અને આગળ વધો તમારા માં જે પ્રતિભા છે તે ખીલાવો અને તમારા ધ્યેય સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહો તમારા નામ ની જેમ “વિજય” થતાં રહો એવી ભગવાન પાસે અમે અંત:કરણ થી માંગણી કરીએ છીએ.તમારા પ્રત્યે પહેલેથીજ માન સન્માન છે અને તમારા નામની બહુ ઈજ્જત કરીએ છીએ. તમે જે પણ પરિસ્થિતિમાં જે પણ જગ્યાએ રહેશો અમારા મનમાં તમારા માટે કાયમી ઈજ્જત અને દબંગ અધિકારી તરીકેની છાપ રહેશે આપણી ગેરહાજરી સદાય માટે સાલશે પરંતુ ખોટ હંમેશા રહેશે તેવા મેસેજ કરી શુભેચ્છાઓ પણ પાઠવી હતી
